DIAMOND TIMES : ભારતના જેમ એન્ડ જ્વેલરી માર્કેટ દેશની જીડીપીમાં આશરે 7 ટકા યોગદાન આપે છે. ત્યારે ભારતના ઝવેરાત બજારને લઈને સકારાત્મક આગાહી કરવામાં આવી છે. આગાહી અનુસાર વર્ષ 2025 સુધીમાં ઝવેરાત બજાર નું કદ વધીને 90 અબજ ડોલરના સ્તરે પહોંચવાનો અંદાજ છે.
આ તકનો લાભ લેવા આદિત્ય બિરલા ગ્રૂપ આશરે રૂ. 5,000 કરોડના રોકાણ સાથે બ્રાન્ડેડ જ્વેલરી રિટેઇલ બિઝનેસમાં પ્રવેશવાની જહેરાત કરી હોવાના મીડીયા અહેવાલ છે. આ બિઝનેસ નોવેલ જ્વેલ્સ લિમિટેડ તરીકે સ્થાપિત કરાશે. જે ઇન-હાઉસ જ્વેલરી બ્રાન્ડ્સ સાથે સમગ્ર ભારતમાં લાર્જ-ફોર્મેટ એક્સક્લુઝિવ જ્વેલરી રિટેઇલ સ્ટોરની રચના કરશે.
આ નવું સાહસ વિશિષ્ટ ડિઝાઇન અને મજબૂત પ્રાદેશિક ફ્લેવર સાથે એક મહાત્વાકાંક્ષી રાષ્ટ્રીય બ્રાન્ડ તૈયાર કરીને ગ્રાહકોના અનુભવમાં પરિવર્તન લાવવાનો પ્રયાસ કરશે. પેઇન્ટ્સ અને બિલ્ડિંગ મટિરિયલ્સ માટે બી2બી બાદ છેલ્લાં બે વર્ષમાં નવા બિઝનેસમાં ગ્રૂપનો આ ત્રીજો મોટો પ્રવેશ છે. આદિત્ય બિરલા ગ્રૂપના ચેરમેન કુમાર મંગલમ બિરલાએ મીડીયાને કહ્યું કે બ્રાન્ડેડ જ્વેલરી રિટેઇલમાં આદિત્ય બિરલા ગ્રૂપનો પ્રવેશ વિશ્વાસ આધારિત બિઝનેસની રચના કરવાના અમારા સમૃદ્ધ વારસા માટે એક મહત્વપૂર્ણ ક્ષણ છે. નવા ગ્રોથ એન્જિનનો લાભ લેવાની તથા વાઇબ્રન્ટ ભારતીય ગ્રાહક લેન્ડસ્કેપમાં ઉપસ્થિતિને વિસ્તૃત કરવાની તક આપે છે.