DIAMOND TIMES -એક તરફ ભારત સરકાર ડીઝીટલ કરન્સી પર પ્રતિબંધ મુકવા પર ગંભીરતાથી વિચારણા કરી રહી છે,તો બીજી તરફ વિશ્વના એનક દેશોમાં તેનુ ચલણ વધી રહ્યુ છે.ઓસ્ટ્રેલિયા સ્થિત એક સ્ટાર્ટ-અપ કંપની યોર ડાયમંડ.કોમ (YD) દ્વારા આર્ગાઈલ ખાણના દુર્લભ ગુલાબી હીરાની હરાજી કરવાની જાહેરાત કરી છે.જેમા બિટકોઈનની ચૂકવણી દ્વારા આ રેર હીરાને ખરીદવાની તક પુરી પાડવામાં આવી છે.ઉલ્લેખનિય છે કે ગુડમેન અગ્રણી ઓક્શન હાઉસ સોથેબીઝના ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ એક્ઝિક્યુટિવ ચેરમેન હતા અને તેમણે ગુલાબી સહીત અન્ય ફેન્સી રંગીન હીરા માટે બજાર પ્રદાન કરવા યોર ડાયમંડ.કોમ(YD) કંપનીની સ્થાપના કરી છે.
ઓસ્ટ્રેલિયા સ્થિત સ્ટાર્ટ-અપ કંપની Yourdiamonds.com (YD) દ્વારા આયોજીત બીજા ટેન્ડરમાં 1.14 કેરેટનો ફેન્સી ડીપ પિંક અને રેડ હીરા સહીત 53 ગુલાબી વાદળી અને રેડ કલરના હીરાની ઓફર કરવામાં આવી છે.આ દુર્લભ હીરા ઓની કિંમત 14 મિલિયન ડોલર અંદાજવામાં આવી છે.આ ઓક્શન આગામી 6 ડિસેમ્બરે સુધી ચાલવાનું છે.
Yourdiamonds.com (YD) કંપનીના સીઈઓ ટિમ ગુડમેને જણાવ્યું હતું કે અમે હીરાની ખરીદીના બદલામાં પેમેન્ટ તરીકે બિટકોઈનનો સ્વીકાર કરવાનો નિર્ણય કર્યો છે.આ દુર્લભ પિંક હીરાની ખરીદીમા રસ ધરાવતા કેટલાક સંભવિત ખરીદદારોએ અમારો સંપર્ક સાધી બિટકોઇનમાં પેમેન્ટ સ્વીકારવા અંગે પુછપરછ કરી હતી.જેના કારણે બિટકોઇનમાં પેમેન્ટ સ્વીકાર કરવાનો નિર્ણય લીધો છે.બિટકોઇનમાં પેમેન્ટ સ્વીકારવાની સુવિધા અમારી પરંપરાગત વેપારી સુવિધા જેવી જ સરળ છે.
ઓસ્ટ્રેલિયા સ્થિત રફ હીરાની આર્ગાઈલ ખાણ અત્યંત દુર્લભ ગુલાબી હીરાની જનની કહેવાય છે,જે હવે બંધ થવાના આરે છે.આ ખાણમાથી વિશ્વના 90 ટકાથી વધુ પિંક હીરા પ્રાપ્ત થયા છે.Yourdiamonds.com (YD) કંપની દ્વારા આયોજીત ઓનલાઈન ઓક્શનમાં આર્ગાઈલ ખાણમાથી મળી આવેલા ગુલાબી હીરાના અમુલ્ય સંગ્રહમાં સમાવિષ્ટ સ્વ-સંચાલિત સુપર ફંડ્સ, એસ્ટેટ, કલેક્ટર્સ અને રોકાણકારો સહીતની 15 જેટલી ખાનગી વિક્રેતા કંપનીઓની માલિકીના હીરાને વેંચાણ માટે મુકવામાં આવ્યા છે.
રફ હીરાની મીનીમમ કીંમત અગાઉથી જ નિર્ધારીત કરવામાં આવી છે.આ હીરાને નજરોનજર નિહાળાવા ઑસ્ટ્રેલિયન રાજધાની સહીતના મુખ્ય શહેરોમાં ટ્રાવેલિંગ રોડ શો યોજવાની કંપનીએ વ્યવસ્થા કરી છે.આર્ગાઈલ ખાણની માલિક રિયોટીંટોએ જણાવ્યુ હતુ કે આ દુર્લભ પિંખ હીરા રોકાણ માટે પણ શ્રેષ્ઠ સાબિત થયા છે.કારણ કે છેલ્લા 20 વર્ષથી પ્રતિવર્ષ આર્ગાઈલના પિંક હીરાના મુલ્યમાં સરેરાશ 8.38 ટકાનો વધારો થયો છે.