બરગન્ડી ડાયમંડ માઇન્સે સોલિડ ગોલ્ડ ડાયમંડ્સ સાથે ટૂ સ્ટેજ એગ્રીમેન્ટ પર હસ્તાક્ષર કર્યા

DIAMOND TIMES : બરગન્ડી ડાયમંડ માઇન્સ લિમિટેડે તેની અલ્ટ્રા-લક્ઝરી ડાયમંડ બ્રાન્ડ મેસન મઝેરિયા દ્વારા સંચાલિત સેલ્સ સ્ટ્રેટર્જી પ્રોગ્રેસની જાહેરાત કરી છે. બ્રાંડની સફળ સ્થાપના છેલ્લા છ મહિનામાં બરગન્ડી દ્વારા કટિંગ અને પોલિશ્ડ કરાયેલા હાઇ વેલ્યુ ફેન્સી કલર હીરાની વ્યાપક ઇન્વેન્ટરીનું વેચાણ શરૂ કરવા માટે પ્લેટફોર્મ અને માર્કેટ પોઝિશનિંગ પ્રદાન કરે છે.

કંપનીએ હવે સોલિડ ગોલ્ડ ડાયમન્ડ્સ સાથે બે તબક્કાનો કરાર કર્યો છે, જેનું મુખ્ય મથક પશ્ચિમ ઓસ્ટ્રેલિયાના પર્થમાં છે જે બરગન્ડીનું પણ મુખ્ય કાર્યાલય છે.

પ્રથમ તબક્કો એ બ્રાઇડલ જ્વેલરી સંબંધિત પ્રાયમરી કરાર છે, જે ઓગસ્ટમાં શરૂ થશે. આ કરારમાં સોલિડ ગોલ્ડની એન્ગેજમેન્ટ અને બ્રાઇડલ જ્વેલરી ડિઝાઇન્સમાં વિશિષ્ટ રીતે કટ મેસન મઝેરિયા બ્રાન્ડેડ હીરા રજૂ કરવામાં આવશે. દરમિયાન તમામ વેચાણ પર પ્રોફિટ શેરિંગ એગ્રીમેન્ટ છે.

બીજા તબક્કામાં બરગન્ડી અને સોલિડ ગોલ્ડ વચ્ચે મોટા અને હાઇ વેલ્યુના મેસન મઝેરિયા હીરાના વિશિષ્ટ ફાઈન જ્વેલરી કલેક્શનની ડિઝાઈન અને ઉત્પાદન પર ગાઢ સહયોગ જોવા મળશે, જેનું વેચાણ ઓક્ટોબરમાં કલેક્શનના પદાર્પણ સમયે શરૂ થશે.

ઉપરાંત પ્રિન્સેસ ગ્રેસ ફાઉન્ડેશન અને તેની ગ્રેસ ડી મોનાકો લક્ઝરી બ્રાન્ડ સાથેની સહયોગી વ્યવસ્થા નવેમ્બરમાં ન્યુ યોર્કમાં એક વિશિષ્ટ લોન્ચ ઈવેન્ટમાં પરિણમશે. બરગન્ડી અન્ય આંતરરાષ્ટ્રીય જ્વેલર્સ અને લક્ઝરી ઘડિયાળ નિર્માતાઓ સાથે સમાન કરારોના વિકાસને આગળ ધપાવવાનું જાળવી રાખશે જેનાથી 2023 સુધીમાં ચાલુ વેચાણને વેગ મળતો રહેશે.