અમેરિકામાં અનોખી રીંગ સેરેમની : સ્માર્ટ ફોન દ્વારા વરરાજાએ આપી નવવધુને સગાઈની રીંગની ભેટ

726

અમેરિકાના કેલિફોર્નિયાના સાન ફ્રાન્સિસ્કોમાં પરંપરાગત યહૂદી લગ્ન સમારોહમાં વરરાજાએ નવવધુને સ્માર્ટ ફોનની મદદથી વર્ચ્યુઅલ રીતે હીરા જડીત સગાઈની રિંગ ભેટમાં આપી

DIAMOND TIMES – અમેરિકાના કેલિફોર્નિયાના સાન ફ્રાન્સિસ્કોમાં પરંપરાગત યહૂદી લગ્ન સમારોહમાં અનોખી રીંગ સેરેમની જોવા મળી હતી.જેમા વરરાજા પીટર કેચરગિન્સ્કીએ નવવધુ રેબેકા રોઝેને સ્માર્ટ ફોનની મદદથી વર્ચ્યુઅલ હીરા જડીત સગાઈની રિંગ ભેટમાં આપી હતી.

નવપરણીત દંપતિ પીટર કેચરગિન્સ્કીએ રેબેકા રોઝે ક્રિપ્ટોકરન્સી કંપની સિનબેઝમાં સાથે કામ કરે છે. આ અનોખી રીંગ સેરેમની અંગે નવવધુ રેબેકા રોઝેએ ટ્વીટ કરતા કહ્યુ કે મોટાભાગના લોકો ધાર્મિક સ્થળે, બીચ પર અથવા પર્વત પર લગ્ન કરે છે.જ્યારે મારા અને પીટરના લગ્ન આ રીતે થયાં છે.જેને અમો એકબીજા પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતાના પુરાવા તરીકે નિહાળી રહ્યા છીએ.પીટરે પ્રેમની અભિવ્યક્તિ દર્શાવી મને સ્માર્ટ ફોન દ્વારા હીરાની વીંટી ભેટામા આપી છે તેનાથી વધુ રોમેન્ટિક કશૂ જ હોઈ શકે નહી એમ રેબેકાએ ટ્વીટ પર લખ્યુ છે.