DIAMOND TIMES : બોત્સવાના ડાયમંડ્સે દ. આફ્રિકામાં પોતાની થોર્ની રિવર ડાયમંડ પ્રોજેક્ટમાં નવું ડ્રિલિંગ અભિયાન થકી વધુ એક કિમ્બરલાઇટની શોધ કરી છે. આ સાથે જ કંપની માઇનિંગ પરમિટ માટે આવેદન આપવાની તૈયારી કરી રહી છે.
કંપનીના ચેરપર્સન જોન ટિલિંગે કહ્યું કે, અમે એક્સપ્લોરેશનની કામગીરી પૂરી કરી લીધી છે અને હવે માઇન ડેવલપમેન્ટ તરફ આગળ વધી રહ્યા છીએ. અમે પહેલેથી જ એ સારી રીતે સમજી રહ્યા છે કે આ ખાણ કેવી દેખાશે. હાલમાં કરવામાં આવેલી ડ્રિલિંગથી એક ખાણ માટે પ્રવેશ પોઇન્ટ મેળવી લીધો છે.
આગળનું સ્ટેપ આ મોડલને રિફાઇન કરવા અને ખાણકામ માટેના પરમિટ માટે આવેદન આપવાનું છે. કંપનીએ 12 રિવર્સ સર્કુલેશન હોલ પૂરા કર્યા છે જેમાં કિમ્બરલાઇટવી 50 મીટરની શોધ થઇ છે. આમાં સૌથી મોટો ટુકડો 22 મીટરનો છે.
આ ઉપરાંત બોત્સવાના ડાયમંડે બે નવા બાઉલ્સની પણ શોધ કરી છે જે ખાણકામ યોગ્ય સંસાધનોને આગળ વધારશે. કંપનીએ ગત એપ્રિલમાં કહ્યું હતું કે, 170 ડોલર પ્રતિ કેરેટના મધ્ય શ્રેણીના હીરાના મૂલ્ય માનીને મધ્ય શ્રેણીનો માઇનિંગ ખર્ચ 10 ટકા ડિસ્કાઉન્ટ રેટ 40 કેરેટ પ્રતિ 100 ટનનો રિકવરી ગ્રેડ અને 1.7 મિલિયન ટન કિમ્બરલાઇટ માઇનિંગ થાય તો આ એક કમર્શિયલ માઇન સાબિત થઇ શકે છે.