બોઝ મોલ્ડાવાસ્કી ઇઝરાઇલ ડાયમંડ એક્સચેંજના પ્રમુખ તરીકે ચૂંટાયા

111

ડાયમંડ ટાઈમ્સ

બોઝ મોલ્ડાવસ્કીને ઇઝરાઇલ ડાયમંડ એક્સચેંજ (IDE) ના નવા પ્રમુખ તરીકે ચૂંટાઈ આવ્યા છે.મોલ્ડાવસ્કીએ ઇઝરાઇલ ડાયમંડ એક્સચેંજ (IDE)નાવાઇસ પ્રેસિડેન્ટ અને IDI ના અધ્યક્ષ તરીકે પણ સેવા આપી ચુક્યા છે.બોઝ મોલ્ડોવ્સ્કી હીરા ઉદ્યોગના એક અગ્રણી ગ્રુપ ઓફ કંપનીના સંયુક્ત સીઇઓ છે.બોઝ મોલ્ડોવ્સ્કીના પરિવારે ઈઝરાયેલમાં હીરા ઉદ્યોગની સ્થાપના કરવામા અને વ્યચસાયનો ફેલાવો કરવામાં ખુબ મોટુ યોગદાન આપ્યુ છે.

ઇઝરાઇલ ડાયમંડ એક્સચેંજના પ્રમુખની ઉમેદવારીમાં ચાલુ પ્રમુખ તરીકે સેવા આપતા યોરમ દ્વોશ અને બોઝ મોલ્ડાવાસ્કી વચ્ચે જંગ હતો.જેમા IDE બોર્ડ ઓફ ડિરેક્ટરના સભ્યોએ મતદાન કરી બોઝ મોલ્ડાવાસ્કીને ઇઝરાઇલ ડાયમંડ એક્સચેંજના પ્રમુખ તરીકે ચૂંટી કાઢ્યા હતા.ઇઝરાઇલ ડાયમંડ એક્સચેંજના પ્રમુખની જવાબદારી સંભાળતાની સાથે જ બોઝ મોલ્ડાવાસ્કીએ પ્રતિભાવ આપતા કહ્યુ કે વર્તમાન જટિલ અને પડકારરૂપ સમયગાળા દરમિયાન ઉદ્યોગને પ્રગતિ તરફ લઈ જવાની નેમ છે. ડાયમંડ એક્સચેંજ ઇઝરાયલી અર્થતંત્રના મુખ્ય ક્ષેત્રનું પ્રતિનિધિત્વ કરે છે અને મને ખાતરી છે કે અમે તેને નવી વૃદ્ધિ પર લઈ જઈશું.