DIAMOND TIMES – નેચરલ ડાયમંડ કાઉન્સિલના કુદરતી હીરાના પ્રમોશન માટેના સેલિબ્રેશન અભિયાનમાં કામકરતી ક્યુબાની બોલ્ડ અભિનેત્રી એના દ આર્માસએ તાજેતરમાં જ રિલિઝ થયેલી એક બ્લોક બસ્ટર મુવીમાં અમેરીકાની જાસુસી સંસ્થા સીઆઈએ એજન્ટની ભુમિકા ભજવી છે.આ ફીલ્મમાં એના દ આર્માસે તેના સુંદર અને ઘટીલા દેહ પર ધારણ કરેલી જ્વેલરી આકર્ષણનું કેન્દ્ર બની છે.
નેચરલ ડાયમંડ કાઉન્સિલના સેલિબ્રિટી અભિયાનને આગળ ધપાવનાર એના દ આમાર્સ નો ટાઇમ ટુ ડાઇ ફિલ્મમાં નવી બોન્ડ ગર્લની ભુમિકા ભજવી છે.તેણીએ ગ્રીન કાર્પેટ કલેક્શનમાંથી ચોપાર્ડના હાઉટ જોયલેરીના ત્રણ જ્વેલરી પીસ ધારણ કર્યા છે.આ જ્વેલરી નૈતિક રીતે પ્રમાણિત સોના અને હીરામાંથી બનાવેલ છે.તેણીએ ગળામાં ધારણ કરેલ નેકલેસ માં કુલ પિયર્સ આકારના 43 કેરેટ હીરા જડેલા છે.આ ઉપરંત પિઅર-આકારના બ્રાઈટ કટ 82-કેરેટ હીરા જડીત કાનની બુટ્ટી અને 14 કેરેટ પિઅર-આકારના હીરા જડીત બ્રેસલેટ ખુબ જ આકર્ષક છે.