PND કૌભાંડ : હોંગકોંગના હીરા વેપારીની અપીલને ફગાવી ભારત છોડવા પર પ્રતિબંધ યથાવત રાખતી બોમ્બે હાઈકોર્ટે

15

DIAMOND TIMES –મેહુલ ચોક્સીની કંપની ગીતાંજલી જેમ્સમાં આશરે 6.7 મિલિયન ડોલરનું રોકાણ કરનાર હોંગકોંગના હીરા વેપારી ચૈત્ય શાહને સીરીયસ ફ્રોડ ઈન્વેસ્ટિગેશન ઓફિસ (SFIO) દ્વારા લુક આઉટ નોટીસ જારી કરવા માં આવી હતી. જેમા તેને ભારત છોડવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો હતો.દરમિયાન સપ્ટેમ્બર 2020માં પોતા ના પરિવાર સાથે ભારત છોડી પોતાના પરિવાર સાથે હોંગકોંગ જતા હીરા વેપારી શાહને નવી દિલ્હીના એરર્પોર્ટ પર ઇમિગ્રેશન અધિકારીઓ દ્વારા અટકાવવામાં આવ્યા હતા.

છેલ્લા નવ વર્ષથી તેમના પરિવાર સાથે હોંગકોંગમાં રહેતા શાહે સીરીયસ ફ્રોડ ઈન્વેસ્ટિગેશન ઓફિસ(SFIO) દ્વારા જારી કરવામાં આવેલી લુક આઉટ નોટીસ વિરૂધ્ધ નામદાર બોમ્બે હાઈકોર્ટમાં અપીલ કરી હતી.જેમા જણાવવામાં આવ્યુ હતુ કે 10 સપ્ટેમ્બર-2020ના રોજ તેઓ તેમના પરિવાર સાથે નવી દિલ્હીથી હોંગકોંગ જઈ રહ્યા હતા ત્યારે ઇમિગ્રેશન અધિકારીઓએ તેમને હોંગકોંગ જતા એરપોર્ટ પર અટકાવ્યા હતા.આ ઘટનાના બીજા દિવસે તેમને એક સમન્સ પાઠવવામાં આવ્યો હતો,જેમા ચોકસીની ગીતાંજલિ જેમ્સ સાથે સંકળાયેલી બાબતોની તપાસ અંગે SFIOની મુંબઈ ઝોનલ ઑફિસમાં હાજર રહેવા તાકીદ કરવામાં આવી હતી.

શાહના વકીલે લુક આઉટ સર્ક્યુલર વિરુધ્ધ નામદાર બોમ્બે હાઈકોર્ટેમાં નામદાર કોર્ટ સમક્ષ પ્રશ્ન ઉઠાવતા દલીલ કરી હતી કે SFIOની કાર્યવાહીને કારણે શાહની સ્વતંત્રતા છીનવાઈ ગઈ છે.શાહે જાન્યુઆરી 2015 અને ઓગસ્ટ 2016ના સમયગાળા દરમિયાન રૂપિયા 49.25 કરોડના ગીતાંજલિ જેમ્સના 6,802,896 કન્વર્ટિબલ વોરંટ ખરીદ્યા હતા.જેથી શાહ ગીતાંજલી જેમ્સના રોકાણકાર છે.અને કોઇ અપરાધમાં સામેલ નથી.ભારતમાં કાનુનિ કાર્યવાહીનો સામનો કરતી અનેક વ્યક્તિઓ વિદેશ પ્રવાસ કરી શકે છે.પરંતુ શાહને ભારતની બહાર જતા ગેરકાયદે અટકાવવામાં આવ્યો હતા.

વકીલે તેમના અસીલને ચોક્સી સાથે અંગત રીતે લેવાદેવા નહી હોવાનું નામદાર કોર્ટને જણાવતા કહ્યુ કે શાહનો પરિવાર અને હોંગકોંગ સ્થિત તેમની ડાયમંડ ટ્રેડિંગ સંસ્થા ચૈત્ય પ્રાઈવેટ લિમિટેડના વહીવટ માટે શાહની હાજરી જરૂરી છે.જો કે જસ્ટિસ નીતિન જામદાર અને જસ્ટિસ સારંગ કોટવાલની ડિવિઝન બેન્ચે ચૈત્ય શાહ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીને ફગાવી દીધી છે.

નામદાર બોમ્બે હાઈકોર્ટે જણાવ્યું હતું કે ગીતાંજલિ જેમ્સના મામલાની તપાસ માટે શાહની ભારતમાં હાજરી જરૂરી છે.લુક આઉટ સર્ક્યુલર પાયાવિહોણો નથી.કારણકે SFIOની તપાસમાં શાહને સીધો સંબંધ છે.ચોક્સીની ગીતાંજલિ જેમ્સના નોંધપાત્ર શેર-હોલ્ડિંગ સાથે શાહ સંકળાયેલા છે.જેમા લગભગ રૂપિયા 50 કરોડની રકમનો સમાવેશ થાય છે.આ મોટૂ ટ્રાન્ઝેક્શન સમગ્ર છેતરપિંડીનો એક મહત્વપૂર્ણ ભાગ છે.

મેહુલ ચોક્સી ભારતમાં વોન્ટેડ છે.તેમના વિરુધ્ધ પંજાબ નેશનલ બેંક સાથે કરોડો રૂપિયાનું કૌભાંડ આચરવાનો આરોપ છે.ચોક્સી વર્ષ 2018થી કેરેબિયન ટાપુ એન્ટિગુઆનું નાગરીકત્વ મેળવી ત્યાં સ્થાયી થયો છે.પરંતુ ગત મે મહિનામાં ડોમિનિકામાં આવ્યો હતો,જેથી ગેરકાયદે રીતે ડોમિનિકામાં પ્રવેશ કરવા બદલ તેની ધરપકડ કરવામાં આવી.આ ઘટના એ મોટી ચર્ચા જગાવી હતી.તેમણે એવો દાવો કર્યો હતો કે તેનું અપહરણ કરવામાં આવ્યું હતું.