લંડનમાં લાગ્યો કરોડોના હીરાનો બદલો !!

1176

7.8 મિલિયન ડોલરની કીંમતના હીરાનો બદલો મારવાના આરોપસર એક શખ્સ વિરુધ્ધ લંડનની કોર્ટમાં ચાલી રહી છે સુનાવણી 

DIAMOND TIMES –સુરતમાં હીરાનો બદલો મારવાની ઘટના તો સાવ સામાન્ય છે.પરંતુ લંડનમાં પણ 7.8 મિલિયન ડોલરની કીંમતના હીરાની ચોરી કરવાનો અથવા તો હીરાનો બદલો મારવાનો એક શખ્સ પર આરોપ લગાવવા માં આવ્યો છે. ખાસ યુક્તિ દ્વારા હીરાનો બદલાની મારવાના આ કેસમાં આરોપી વિરૂધ્ધ લંડનની કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી છે.

ઉલ્લેખનિય છે કે આજથી પાંચ વર્ષ અગાઉ એટલે કે 10 માર્ચ-2016 ના રોજ અથવા તેના ગણતરીના દીવસો પહેલાં બનેલી આ હીરાની ચોરીની ઘટનામા જે સાત હીરાની ચોરી થઈ છે તેમા 3 મિલિયન ડોલરની કીંમતના 20 કેરેટ વજન ના હાર્ટ શેઈપ હીરાનો તેમજ 1.5મિલિયન ડોલરની કીંમતના 3 કેરેટ વજનના પિયર્સ શેઈપ દુર્લભ ગુલાબી હીરાનો પણ સમાવેશ થાય છે!!

હીરા ભરેલું આખે આખુ પેકેટ જ બદલી નાખવાની લંડનમાં બનેલી આ ઘટના અંગે જાણવા મળતી વિગત મુજબ 60 વર્ષના લુલુ લકાટોસ નામના વયોવૃદ્ધ એક શ્રીમંત રશિયન ખરીદદાર તરીકે પોતાની ઓળખ આપી લક્ઝરી મેફેર જ્વેલર બૂડલ્સ માં હીરાની ખરીદી કરવા આવે છે.પોતે શ્રીમંત હોવાથી જ્વેલરી સ્ટોરના સટાફ પાસે ઉચ્ચ ગુણવત્તા યુક્ત હીરા જોવા માટે માંગે છે.જેથી જ્વેલરી સ્ટોરના સેલ્સ પર્સન લુલુ લકાટોસને સાત કીંમતિ હીરા ભરેલુ એક પર્સ આપે છે.પરંતુ અચાનક જ લુલુ લકાટોસ નામના આ મહાશય આ હીરા ભરેલા પડીકાને (પર્સને) તેની પાસે રહેલી હેન્ડબેગ માં મૂકી દે છે. આ ઘટનાથી સ્ટોરના કર્મચારી હેબતાઈ જાય છે અને તાબડતોબ લુલુ લકાટોસના પર્સમાથી એ હીરા ભરેલુ પેકેટ ઝૂંટવી લઈને ફરીથી તેને સ્ટોરની તિજોરીમાં મુકી દે છે.આ સમયગાળા દરમિયાન જ મોરલો કળા કરી જાય છે.

ત્યારબાદ લુલુ લકાટોસ જ્વેલરી સ્ટોર છોડીને જતા રહે છે.થોડા દીવસ બાદ કોઇ કારણસર જ્યારે જ્વેલરી સ્ટોરના કર્મચારીઓ દ્વારા તિજોરીમાં મુકવામા આવેલા એ પર્સને ખોલવામાં આવ્યુ ત્યારે તેમા હીરાના બદલે માત્ર બગીચાના કાંકરા જ નિકળ્યા હતા. એ સમયે સ્ટોરના કર્મચારીઓને હીરાનો બદલો લાગી ગયો હોવાની એટલે કે હીરાનું પર્સ જ બદલી ગયુ અને ચોરી થઈ હોવાની ખબર પડી હતી.ત્યારે સ્ટોર સંચાલક દ્વારા લુલુ લકાટોસ વિરુધ્ધ હીરાની ચોરીની ફરીયાદ કરવામાં આવી હતી.જે અંગેના કેસની સુનાવણી લંડનના સાઉથવાર્ક ક્રાઉન કોર્ટમાં ચાલી રહી છે. હીરાની ચોરીનો કે બદલો મારવાનો જેના પર આરોપ છે તે મહાશય લુલુ લકાટોસ રોમાનિયામાં જન્મેલા છે. જેથી લકાટોસનું ફ્રાન્સથી પ્રત્યાર્પણ કરી કોર્ટમા રજુ કરવામાં આવ્યા છે.પરંતુ લુલુ લકાટોસે હીરાનો બદલો કે ચોરીના તેમના પર લગાવેલા આરોપને નકારી કાઢ્યા છે.