ત્રણ રફ હીરાના વેંચાણ થકી બ્લુરોક ડાયમંડને 214000 અમેરીકી ડોલર મળ્યા

638

DIAMOND TIMES – બ્લુરોક ડાયમંડ્સે દક્ષિણ આફ્રિકામાં તેની કારીલી હીરાની ખાણમાંથી પ્રાપ્ત કરેલા જેમ ક્વોલિટીના ઉચ્ચ ગુણવત્તા ધરાવતા ત્રણ રફ હીરાનું તાજેતરમાં વેંચાણ કર્યુ હતુ.આ ત્રફ રફ હીરાના વેંચાણ થકી બ્લુરોક ડાયમંડને 214000 અમેરીકી ડોલર મળ્યા છે.આ ત્રણ પૈકી એક રફ હીરાનું વજન 8.4 કેરેટ, બીજા રફ હીરાનું વજન 10.6 કેરેટ અને ત્રીજા રફ હીરાનું વજન 9.7 કેરેટ હતું.આ ત્રણેય રફ હીરાની અનુક્રમે 88000 અમેરીકી ડોલર, 73000 અમેરીકી ડોલર અને 53000 અમેરીકી ડોલરની કીંમત મળી હતી.

બ્લુરોક ડાયમંડ કંપનીની એક્ઝિક્યુટિવ ચેરપર્સન માઇક હ્યુસ્ટને કહ્યું કે ગત જાન્યુઆરી મહીનામાં પણ કંપનીએ એક ઉચ્ચ ગુણવત્તા ધરાવતો 14.8 કેરેટ વજનના રફ હીરાનું વેંચાણ કર્યુ હતુ.જેની 1,170,000 અમેરીકી ડોલર કીંમત મળી હતી.