50 ટકા કર્મચારીઓ કોરોનાથી સંક્રમિત થતા બ્લુરોક ડાયમંડને કારીવલી ખાણની કામગીરી સ્થગિત કરવાની ફરજ પડી

25

DIAMOND TIMES – કોરોનાના નવા વાયરસ ઓમિક્રોને માથુ ઉંચકતા સમગ્ર વિશ્વ પ્રભાવિત થયુ છે.તો કોર્પોરેટ કાર્ય મુસીબતરૂપ સાબિત થઈ રહ્યુ છે.કોરોના મહામારીની ડાયમંડ માઈનીંગ કંપનીઓ પર પણ નકારાત્મક અસર જોવા મળી રહી છે.યુકે સ્થિત કંપની બ્લુરોક ડાયમંડ્સે પણ કોરોના મહામારીના પગલે દક્ષિણ આફ્રિકામાં આવેલી તેમની માલિકીની કારીવલી ખાણની કામગીરીને સ્થગિત કરવાની ફરજ પડી છે.

બ્લુરોક ડાયમંડ કંપનીએ કારીવલી ખાણમાથી રફ હીરાના ઉત્પાદનની કામગીરી પર અમુક સમય માટે પ્રતિબંધ મુક્યો છે.આ ખાણમાં કામ કરતા 50 ટકા કર્મચારીઓ કોરોનાથી સંક્રમિત થતા બ્લુરોક ડાયમંડને કારીવલી ખાણની કામગીરી સ્થગિત કરી દીધી હોવાના યુ.કે સ્થિત એક વેબસાઈટના અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે.

આ અહેવાલમાં જણાવવામાં આવ્યુ છે કે અત્યાર સુધીમાં 24 કર્મચારીઓ કોરોના પોઝીટીવ મળ્યા છે.જો કે આમ છતા પણ અત્યારે નોંધાયેલા કોરોનાના કેસોમાં કોઈ કર્મચારીને ગંભીર લક્ષણોનો અનુભવ થયો નથી એ રાહતના સમાચાર છે.આમ છતાં ૩ જાન્યુઆરી સુધી ખાણકામની પ્રવૃત્તિઓ સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે.આ દરમિયાન માથી પ્રાપ્ત
માટીના જથ્થામાથી રફ હીરા શોધવાની કામગીરી ચાલુ રાખવાનો ખાણ સંચાલકોએ નિર્ણય લીધો છે.

બ્લુરોક ડાયમંડના ચેરમેન માઈક હ્યુસ્ટને જણાવ્યું હતું કે કારીવલી ખાતે માઈનીંગની પ્રવૃત્તિઓને પ્રતિબંધિત કરવું એ એક મુશ્કેલ પગલું હતું.આમ છતાં અમે અમારા કર્મચારીઓના સ્વાસ્થ્ય અને સલામતીને ટોચની પ્રાથમિકતા આપીને તમના હીતમાં આ કઠીન નિર્ણય લીધો છે.આગામી વર્ષ 2022માં પણ રફ ઉત્પાદનની કામગીરી રોગચાળાની અસરનું મૂલ્યાંકન કરવાનું અમો ચાલુ રાખીશું.