DIAMOND TIMES- યુકેમાં હેડ ઓફીસ ધરાવતી રફ ઉત્પાદક કંપની બ્લુરોકને દક્ષિણ આફ્રિકા ખાતે આવેલી તેમની કારિવલી ખાણમાં સુરક્ષાને સમસ્યાને કારણે કામચલાઉ ધોરણે રફ હીરાનું ઉત્પાદન કાર્ય અટકાવી ખાણને શટ ડાઉન કરવાની સ્થાનિક સરકારી એજન્સી દ્વારા દ્વારા ફરજ પાડવામાં આવી હતી.પરંતુ મેનેજમેન્ટ દ્વારા સુરક્ષાને લઈને આવેલી સમસ્યાનું નિરાકરણ કરાતા કારિવલી ખાણને કાર્યરત કરવાની સ્થાનિક એજન્સી દ્વારા બ્લુરોક ડાયમંડને મંજુરી મળતા કારીવલી ખાણમાં પુન: રફ હીરાનું ઉત્પાદન કાર્ય શરૂ કરવામાં આવ્યુ છે.
દક્ષિણ આફ્રીકાના સરકારી વિભાગ ડિપાર્ટમેન્ટ ઓફ મિનરલ રિસોર્સિસ એન્ડ એનર્જી (DMRE) ની ટીમે ગત તારીખ 9 નવેમ્બરના રોજ કારિવલી ખાણનું ચેકીંગ હાથ ધરતા ખાણની સુરક્ષાને લઈને સમસ્યાઓ જોવા મળી હતી.જેને અનુલક્ષીને ડિપાર્ટમેન્ટ ઓફ મિનરલ રિસોર્સિસ એન્ડ એનર્જીના અધિકારીએ બ્લુરોકને ખાણમાં હીરા ઉત્પાદન કાર્ય અટકાવવા અને સુરક્ષાને લઈને ઉભી થયેલી સમસ્યા દુર કરવા તાકીદ કરતી નોટીસ ફટકારી હતી.જેના પરિણામે બ્લુરોક હીરા કંપનીએ કામચલાઉ ધોરણે ખાણની કામગીરી સ્થગિત કરી દીધી હતી.
બ્લુરોકના એક્ઝિક્યુટિવ ચેરમેન માઇક હ્યુસ્ટને જણાવ્યું હતું કે ક્રશિંગ સર્કિટ અને લાઇન 1 હવે સંપૂર્ણ રીતે કાર્યરત કરવામાં છે.જૂનો પ્લાન્ટ ગયા અઠવાડિયે બંધ કરવામાં આવ્યો હતો અને યોજના મુજબ નવીનીકરણ કરવામાં આવ્યા છે.અમને વિશ્વાસ છે કે આ નવીનીકરણની પ્રક્રીયા રફ હીરાના ઉત્પાદનને ઝડપી કરવા સક્ષમ બનાવશે.ડીસેમ્બરના અંત સુધીમા કંપની દ્વારા નિર્ધારીત 22થી26 હજાર કેરેટ રફ હીરાના ઉત્પાદનનો લક્ષ્યાંક પુર્ણ થશે.રફ હીરાનું વાર્ષિક ઉત્પાદન 40,000 થી 43,000 કેરેટ સુધી વધારવા રચાયેલ નવા પ્લાન્ટની કામગીરી સારી રીતે આગળ વધી રહી છે.કારિવલી ખાણનું આયુષ્ય 10 વર્ષનું અંદાજવામાં આવ્યુ છે.