બ્લુરોક ડાયમંડ્સએ રફનું ઉત્પાદન વધારવા પર ધ્યાન કેન્દ્રીત કર્યુ

432

DIAMOND TIMES – રફની માંગ અને મજબુત કીંમત વચ્ચે રફ હીરાના માઈનિંગ કાર્ય સાથે સંકળાયેલી કંપની બ્લુરોક ડાયમંડએ દક્ષિણ આફ્રિકા ખાતે આવેલી તેની માલિકીની કારીલી ખાણમા રફ હીરાના ઉત્પાદનને વેગ આપ્યો છે.

31 ડિસેમ્બર 2020ના રોજ પૂરા થયેલા વર્ષના ઓડિટના ડાયમંડ જુનિયરના અહેવાલ મુજબ બ્લુરોક ડાયમંડએ રફના ઉત્પાદનને વેગ આપતા રફ ઉત્પાદનમાં 24 ટકાની વૃદ્ધિ થઈ છે.પરંતુ રફ હીરાનો ગ્રેડ થોડો નીચે રહ્યો હતો. બ્લુરોકે જણાવ્યું હતું કે ફેબ્રુઆરી 2021 પછી ખાણના વિસ્તરણ પ્રોજેક્ટની સમીક્ષા કરી રફ ઉત્પાદન લક્ષ્યાંકને વધારી વાર્ષિક આવકને 16 મિલિયન ડોલર સુધી પહોંચાડવાની અપેક્ષા રાખી હતી. ખાણ વિસ્તરણ માટે કંપનીએ 1.5 મિલિયન ડોલર એકત્ર કર્યા છે.ઉલ્લેખનિય છે કે કારિવેલી પાંચ જાણીતા ડાયમંડ કિમ્બર્લાઇટ પાઈપો હોસ્ટ કરે છે.જેમાં 516,200 કેરેટ રફ હીરાના જથ્થો હોવાનું અનુમાન છે.