બ્લુરોક ડાયમંડ કાર્યકારી મુડી માટે રોકાણકારોના શરણે

DIAMOND TIMES : યુકેમાં હેડ ઓફીસ ધરાવતી રફ ઉત્પાદક કંપની બ્લુરોક ડાયમંડ કાર્યકારી મુડી માટે સધ્ધર ફાયનાન્સરની તલાશમાં હોવાના અહેવાલ મળી રહ્યાં છે.

બ્લુરોક કંપનીના પ્રવક્તાએ મીડીયાને જણાવ્યું હતુ કે વર્તમાન સમયે કંપની વર્કીંગ કેપિટલની સમસ્યાનો સામનો કરી રહી છે. જેથી કંપની કાર્યકારી મૂડીની જરૂરિયાતોને પુર્ણ કરવા માટે મૂલ્યાંકન કરી રહી છે. અમો કાર્યકારી મુડી માટે સધ્ધર ફાયનાન્સરની તલાશમાં છીએ. આ મુદ્દે ડેલગાટ્ટો ડાયમંડ ફાઇનાન્સ કંપની સાથે વાટાઘાટો ચાલી રહી છે. જેનો અમને સકારાત્મક પ્રતિસાદ મળ્યો છે.

કંપનીના પ્રવક્તાએ ઉમેર્યુ કે હાલમાં ખાણમાં રફ ઉત્પાદન કાર્ય હોલ્ડ પર છે. જેથી બ્લુરોક હીરાનું ઉત્પાદન કરી શકતી નથી. મેનેજમેન્ટને અપેક્ષા છે કે કંપની વર્ષ દરમિયાન 22,000 થી 26,000 કેરેટ રફ ઉત્પાદનને પહોંચી વળવાની અપેક્ષા રાખે છે. જે અત્યાર સુધીનું સહુથી નીચુ ઉત્પાદન હશે.