રફ કંપની બ્લુરોક ડાયમંડ કાર્યકારી મુડીની અછત દુર કરવા સધ્ધર ફાયનાન્સરની તલાશમાં

49

DIAMOND TIMES – યુકેમાં હેડ ઓફીસ ધરાવતી રફ ઉત્પાદક કંપની બ્લુરોકને દક્ષિણ આફ્રિકા ખાતે આવેલી તેમની કારિવલી ખાણમાં રફ હીરાનું ઉત્પાદન કાર્ય અટકાવી દઈ ખાણને શટ ડાઉન કરવાની ફરજ પડી છે.આવી વિકટ સ્થિતિ વચ્ચે આ રફ કંપની બ્લુરોક ડાયમંડ કાર્યકારી મુડી માટે સધ્ધર ફાયનાન્સરની તલાશમાં હોવાના અહેવાલ મળી રહ્યાં છે.

દક્ષિણ આફ્રીકાના સરકારી વિભાગ ડિપાર્ટમેન્ટ ઓફ મિનરલ રિસોર્સિસ એન્ડ એનર્જી (DMRE)ની ટીમે ગત તારીખ 9 નવેમ્બરના રોજ કારિવલી ખાણનું ચેકીંગ હાથ ધરતા આ ખાણની સુરક્ષાને લઈને સમસ્યાઓ જોવા મળી હતી.જેને અનુલક્ષીને ડિપાર્ટમેન્ટ ઓફ મિનરલ રિસોર્સિસ એન્ડ એનર્જીના અધિકારીએ બ્લુરોકને ખાણમાં હીરા ઉત્પાદન કાર્ય અટકાવવા અને સુરક્ષાને લઈને ઉભી થયેલી સમસ્યા દુર કરવા તાકીદ કરતી નોટીસ ફટકારતા ખાનને શટડાઉન કરવાની ફરજ પાડી હતી.ઉલ્લેખનિય છે કે ખાણમાં સુરક્ષાને લઈને કેવા પ્રકારની ખામીઓ આવી છે,તે અંગે બ્લુરોક કંપનીએ વધુ કોઈ વિગતો જાહેર કરી નથી.

દરમિયાન બ્લુરોક કંપનીના પ્રવક્તાએ સ્થાનિક મીડીયાને જણાવ્યુ હતુ કે વર્તમાન સમયે કંપની વર્કીંગ કેપિટલની સમસ્યાનો સામનો કરી રહી છે.જેથી કંપની કાર્યકારી મૂડીની જરૂરિયાતોને પુર્ણ કરવા માટે મૂલ્યાંકન કરી રહી છે.અમો કાર્યકારી મુડી માટે સધ્ધર ફાયનાન્સરની તલાશમાં છીએ.આ મુદ્દે ડેલગાટ્ટો ડાયમંડ ફાઇનાન્સ કંપની સાથે વાટાઘાટો ચાલી રહી છે,જેનો સકારાત્મક પ્રતિસાદ મળ્યો છે.

કંપનીના પ્રવક્તાએ ઉમેર્યુ કે હાલમાં ખાણમાં રફ ઉત્પાદન કાર્ય હોલ્ડ પર છે,જેથી બ્લુરોક હીરાનું ઉત્પાદન કરી શકતી નથી.મેનેજમેન્ટને અપેક્ષા છે કે કંપની વર્ષ દરમિયાન 22,000 થી 26,000 કેરેટ રફ ઉત્પાદનને પહોંચી વળવાની અપેક્ષા રાખે છે,જે અત્યાર સુધીનું સહુથી નીચુ ઉત્પાદન હશે.