સોનાના ભાવમાં મોટો ઉછાળો, તોફાની તેજી સાથે ઑલટાઈમ હાઈ 62 હજાર સુધી પહોંચ્યા

270

DIAMOND TIMES : હાલ લગ્નની સિઝન જોરમાં છે એવામાં સોનાના ભાવની સપાટીએ આસામાનની સફરે પહોંચી છે. સોનાના ભાવ 63 હજાર નજીક પહોંચવા આવ્યા છે. હાલ એવી પરિસ્થીતી સર્જાઈ છે કે સોનાનું લોકોને ખરીદવું તો હશે પણ તેના ભાવ સાંભળી લોકોના હાજા ગગડી જાય તેવી પરિસ્થિતિ સર્જાઈ છે.

સોનાના ભાવમાં મોટો ઉછળો 

સોનાના ભાવે આજે તમામ રેકોર્ડ તોડી અત્યાર સુધીની ટોચ પર પહોંચ્યા છે. જો આજે અમદાવાદ જીલ્લામાં સોનાના ભાવની વાત કરવામાં આવે તો તોફાની તેજી સાથે ભાવ ઓલ ટાઈમ હાઈ 62,230 પર પહોચ્યા છે. બીજી તરફ ચાંદીમાં પણ ઉછાળો આવ્યો છે અને ચાંદી 75,282 રૂપિયા પ્રતિ કિલોના સ્તર પર છે.

અમદાવાદમાં 22 અને 24 કેરેટના ભાવ 

આજે અમદાવાદમાં 22 કેરેટ સોનાનો ભાવ 5,705 રૂપિયા પ્રતિ ગ્રામ છે. એટલે કે અમદાવાદમાં 22 કેરેટના એક તોલા સાનાનો ભાવ 57,050 રૂપિયા જોવા મળી રહ્યો છે. જ્યારે 24 કેટેર સોનું અમદાવાદમાં 6,223 રૂપિયા પ્રતિ ગ્રામ છે. એટલે કે 10 ગ્રામ સોનાનો ભાવ 62,230 રૂપિયાએ પહોંચ્યો છે.

દિવાળી સુધીમાં સોનાના ભાવ રૂ.70 હજાર થાય તેવી શક્યતા 

એટલું જ નહીં વિશ્વબજારનો માહોલ જોતાં આગામી સમયમાં પણ સોનાના ભાવ હજુ વધારો યથાવાત રહે તેવું જાણવા મળી રહ્યું છે. દિવાળી સુધીમાં સોનાના ભાવ રૂ.70 હજાર થાય તેવી નિષ્ણાંતોએ ભવિષ્યવાણી કરી છે. જ્યારે ચાંદીનો ભાવ રૂ.85 હજાર થાય તેવી શક્યતા દેખાઈ રહી છે.