બાઈડેનના સકારાત્મક અભિગમથી ભારત-યુએસએ વચ્ચે વેપાર વધવાની અપેક્ષાઓ

17

DIAMOND TIMES – ભારતમાથી અમેરીકામાં થતી પર્લ, સિલ્વર અને ગોલ્ડ જ્વેલરી સહીત વિવિધ 40 વસ્તુઓ પર 25 ટકા સુધી જંગી આયાત ટેક્સ વસુલવા અમેરીકાએ પ્રસ્તાવ મુકયો છે. અમેરીકાનું કહેવું છે કે ભારત સરકારે અમેરીકાની 86 જેટલી ઈ-કોમર્સ કંપનીઓ પર 2.5 ટકા ડિજિટલ સર્વિસ ટેક્સ નાખ્યો છે.અમેરીકાના જીદ્દી પુર્વ પ્રેસિ્ડેન્ટ ટ્ર્મ્પના અકડ વલણના કારણે પરસ્પર કારોબારને લઈને બંને દેશો વચ્ચે પડેલી આ મડાગાંઠ હવે બાઈડેનના ભારત તરફના સકારાત્મક વલણના કારણે બિડેનના કાર્યકાળમાં ઉકેલાઇ જવાની આશા છે.

તાજેતરમાં અમેરિકાના વેપાર પ્રતિનિધિ મંડળે ભારતની મુલાકાત લીધી હતી.અમેરિકાના વેપાર પ્રતિનિધિ મંડળે લીધેલી આ મુલાકાત ખુબ જ મહત્વપુર્ણ હતી.કારણ કે તેમા દ્વિપક્ષીય વેપારની ચિંતાઓ અને ઉભરતી સમસ્યાઓ મામલે સહકાર સાથે આગળ વધવા માટે અસામાન્ય પરિપેક્ષ્ય આવરી લેવામાં આવ્યો હતો.આ દ્રષ્ટિકોણ એ ગંભીરતાને પ્રતિબિંબિત કરે છે જેમની સાથે અમેરિકા અને ભારત આગામી દિવસોમાં તેમની વેપાર ભાગીદારીને જાળવવા ઇચ્છે છે.

વેપાર એ બંને દેશો વચ્ચે વિવાદિત મુદ્દો રહ્યો છે. વૈશ્વિક અને પ્રાદેશિક ભૌગોલિક રાજનીતિ અને અર્થશાસ્ત્ર સહિત ઘણી બાબતોમાં મજબૂત જોડાણ હોવા છતાં, વેપાર એ એક પીડાદાયક બાબત રહી છે.બીજા શબ્દોમાં કહીયે તો વેપાર એ બંને દેશો વચ્ચે દુખતી નસ સમાન બાબત છે. ડોનાલ્ડ ટ્રમ્પના શાસનકાળમાં આ મામલો જટિલ બની ગયો.અલબત્ત, ટ્રમ્પના સમયગાળા દરમિયાન પણ ભારત અને અમેરિકાએ દ્વિપક્ષીય વિદેશ વેપાર કરાર (ફોરેન ટ્રેડ એગ્રીમેન્ટ/એફટીએ) ની સંભાવનાઓ અંગે સક્રિયપણે ચર્ચા કરી હતી.જો કે ચર્ચાઓ જૂની મડાગાંઠોના લીધે નિષ્ફળ રહી હતી. આમા અમેરિકાના બજારમાં ભારતીય નિકાસ માટે પ્રેફરન્શિયલ (જનરલાઇઝ્ડ સિસ્ટમ ઓફ પ્રેફરન્શિસ (જીએસપી)નો દરજ્જો પરત ખેંચી લેવા સહીતના કેટલાક નિયમનકારી નિયંત્રણો કારણભૂત હતા.

વેપાર પ્રત્યે ટ્રમ્પ વહીવટીતંત્રના એકંદર વલણને કારણે પણ બંને દેશો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું.વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન (ડબ્લ્યુટીઓ)ના બહુપક્ષીય નિયમો-આધારિત વ્યાપાર માળખા અંગે ટ્રમ્પની ઉદ્ધતાઈ, ખાસ કરીને વિવાદોના નિરાકરણ માટે એપેલેટ ટ્રિબ્યુનલમાં ન્યાયાધીશોની નિમણૂક કરવાનો તેમનો ઇનકાર, ભારત સહિત અન્ય મુખ્ય અર્થ વ્યવસ્થાઓ સામેના કટ્ટર વલણો સામેલ છે.આ ઉપરાંત ટ્રમ્પે આક્ષેપ કર્યો કે મોટા વિકાસશીલ દેશોને ડબ્લ્યુટીઓ તરફથી મળતી મોટી રાહતોથી ભારે ફાયદો થયો છે અને ઉભરતા બજારના અર્થતંત્રોને બિન- પારસ્પરિક બજાર ઍક્સેસ પસંદગી ના દાયરામાંથી બહાર ધકેલતા, ભારતને નુકસાન થયુ હતુ. જોકે, ભારતે અમેરિકા સાથે દ્વિપક્ષીય વેપાર કરાર પર સંબંધ જાળવી રાખ્યા હતા. વાટાઘાટોકારો વચ્ચેના અપુરતા વિશ્વાસ અને અસગવડતા વચ્ચે આ સોદો આખરે પૂર્ણ થઇ શકાયો નથી. ઇભઈઁ જેવા મેગા- ફોરેન ટ્રેડ એગ્રીમેન્ટમાંથી પાછળ ખસી જવાનું વલણ ભારતની વિદેશ વેપાર મામલે સાવચેતીને પ્રતિબિંબિત કરે છે.

અમેરિકાના નવા પ્રમુખ જો બિડેનની આગેવાની હેઠળ વહીવટીતંત્ર વેપાર પ્રત્યે વધુ સાનુકૂળ વલણ અપનાવી રહ્યુ છે.તે એક હેતુ સાથે વિશ્વ વેપાર સંગઠનમાં પરત આવ્યા છે.’અમેરિકા ફર્સ્ટની નીતી જાળવી રાખીને તેઓ મુખ્ય વેપાર ભાગીદારો સાથે વધુ હેતુપૂર્ણ રીતે વાતચીત કરી રહ્યાં છે.ટ્રમ્પ ભારત જેવા સાથી દેશો સાથે મજબૂત વ્યૂહાત્મક જોડાણને સંતુલિત કરવામાં નિષ્ફળ ગયા હતા,હવે બિડેન વહીવટીતંત્ર તેના સાથીદારો પાસેથી વેપાર મામલે પોતાની અપેક્ષાઓ વિશે વધારે ખાતરી ધરાવે છે.

એક રીતે જોઈએ તો અમેરિકા અને ભારત માટે છેલ્લા એક વર્ષમાં વેપાર વિશે મંત્રણા કરવી સરળ બની ગઈ હશે. કોવિડ-૧૯ બાદ વ્યૂહાત્મક પુનર્ગઠન, ખાસ કરીને ક્વાડ અને ઈન્ડો-પેસિફિકનો આર્થિક ઉદય, જેમાં વ્યૂહાત્મક સપ્લાય ચેઇન્સને સુરક્ષિત કરવાના પ્રયાસો સામેલ છે. બંને દેશોને ઇન્ડો-પેસિફિક માટે આર્થિક માળખામાં યોગદાન આપવાની જરૂરીયાત દેખાતી હોય તો વેપારને અટકાવી રહેલા અવરોધોને દૂર કરવાનુ મહત્વ સમજાય છે.જે પાછલા સપ્તાહ પોતાના એશિયા પ્રવાસ દરમિયાન અમેરિકાના સેક્રેટરી ઑફ કોમર્સ ગિના રેમોન્ડોએ દ્વારા જાહેર કરાયેલુ એક લક્ષ્ય છે.

તાજેતરના મહિનાઓમાં બંને દેશોના વ્યાપાર અને સરકારી હિતધારકો વચ્ચે વધુ સંલગ્નતા, પરસ્પર ચિંતાના નિર્ણાયક ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરવાની સાથે સાથે સ્વચ્છ ઉર્જા અને ટેક્નોલોજી, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને કનેક્ટિવિટી, વેક્સીન અને હેલ્થકેર પ્રોડક્ટો અંગે દ્વિપક્ષીય વેપારની ચર્ચા કરવા માટે સક્ષમ અને વિશ્વાસપાત્ર વાતાવરણ ઊભું કર્યું છે. તેથી જ ભારત અને યુએસમાંથી કેરી અને ચેરી ટૂંક સમયમાં સરળતાથી સરહદો પાર કરી જાય તો નવાઇ પામવુ નહી.

ભવિષ્યની કામગીરી માટે ઉલ્લેખિત ક્ષેત્રોમાં પણ ઘણી બાબતો રહેલી છે ઃ જેમાં ડિજિટલ ટ્રેડ, હેલ્થકેર, પર્યાવરણ, ધોરણો અને અનુરૂપ મૂલ્યાંકન. ઉ્ર્ં ખાતે દ્વિપક્ષીય વિવાદો, વૈશ્વિક વેપાર સુવિધા કરાર (ટ્રેડ ફસિલિટેશન એગ્રિમેન્ટ / ટીએફએ)ના અમલીકરણ અને વ્યાવસાયિકો માટે અસરકારક વિઝાની વ્યવસ્થા જેવી મૂળભૂત બાબતો પર કામ કરવા પર ધ્યાન, દ્વિપક્ષીય વેપારને અસર કરતી મૂળભૂત સમસ્યાઓને ઉકેલવા માટે બંને દેશોની ઉત્સુકતાનો સંકેત આપે છે.

અહીં એ નોંધવું પણ રસપ્રદ છે કે બંને દેશોએ અમેરિકાના વેપાર પ્રતિનિધિની મુલાકાત દરમિયાન દ્વિપક્ષીય વિદેશ વેપાર કરારનો ઉલ્લેખ કરવાનું ટાળ્યું હતું.તેના બદલે દ્વિપક્ષીય ટ્રેડ પોલિસી ફોરમ જેવી મિકેનિઝમ્સને સક્રિય કરીને વેપારી સંબંધોના ભાવિ માટે મહત્વાકાંક્ષી દ્રષ્ટિ’ બનાવવા પર ભાર મૂકવામાં આવ્યો હતો.એફટીએનો ઉલ્લેખ ટાળવો એ બંને પક્ષે નીતિની પરિપક્વતા અને વ્યવહારિકતા દર્શાવે છે.બંને દેશો સમજે છે કે અસંખ્ય લોબી ધરાવતા મોટા દેશો તરીકે વ્યાપક એફટીએ સુધી પહોંચવું ખૂબ જ પડકારજનક હશે.તેથી વેપાર સોદાનો પાયો ખોદવાને બદલે તેને વધારવા પાછળ મહેનત કરવી વધારે અર્થપૂર્ણ છે.