ભારત ડાયમંડ બુર્સની મેનેજીંગ કમિટી અને જીજેઈપીસી દ્વારા જેમ એન્ડ જ્વેલરીના નિકાસલક્ષી એકમોને ચાલુ રાખવા કરાયેલી સતત રજુઆતના પગલે લેવાયો નિર્ણય, ગ્રેડીંગ લેબ, બેંકો અને કસ્ટમ ઓફીસને લોકડાઉનમાથી મળી મુક્તિ
DIAMOND TIMES – કોરોના કેસમાં સતત થઈ રહેલા વધારાને પગલે ત્રણ દિવસની અનેક ચર્ચા બેઠકો બાદ મહારાષ્ટ્રમાં બ્રેક ધ ચેઈન અભિયાન અંતર્ગત 15 દિવસ સંચારબંધીનું એલાન કરવામાં આવ્યુ છે.લૉકડાઉન જેવા નિયંત્રણો અમલમાં હોય ત્યાં સુધી મહારાષ્ટ્ર સહીત મુંબઈમાં 144 મી કલમ લાગુ રહેશે.માત્ર અત્યંત આવશ્યક સેવા સાથે આરબીઆઈ સહિતની તમામ બૅંકો,સેબીની માન્યતા પ્રાપ્ત આર્થિક-નાણાકીય સંસ્થાઓ,ઈ-કોમર્સ અને નિકાસલક્ષી ઉદ્યોગોને લોકડાઉનથી મુક્તિ આપવામાં આવી છે.
નિકાસલક્ષી ઉદ્યોગની કેટેગરીમાં આવતા જેમ એન્ડ જ્વેલરી ઉદ્યોગને લોકડાઉનથી મુક્તિ આપવામાં આવી છે.જેને અનુલક્ષીને ભારત ડાયમંડ બુર્સમાં નિકાસકાર કંપનીઓની ઓફીસો કાર્યરત રહેશે.આ ઉપરાંત ગ્રેડીંગ લેબ,MIDC સહીત અન્ય વિસ્તારમાં કાર્યરત નિકાસકાર જ્વેલરી કંપનીઓ તેમના કામકાજ ચાલુ રાખી શકશે.