DIAMOND TIMES : શેરમાર્કેટના દિગ્ગજ વોરેન બફેટના બર્કશાયર હેથવેના રિટેલ ડિવિઝનની આવક બીજા ક્વાર્ટરમાં સપ્લાય-ચેઇનમાં આવેલી સમસ્યાઓને લીધે વાર્ષિક ધોરણે 2.3 ટકા ઘટી હતી.
આ સેગમેન્ટમાં જ્વેલરી ચેન બોર્શેમ્સ, હેલ્ઝબર્ગ ડાયમંડ્સ અને બેન બ્રિજ જ્વેલરનો સમાવેશ થાય છે જેમનું વેચાણ ઘટીને 4.88 બિલિયન ડોલર થયું હતું. કંપનીએ આ અંગે અહેવાલ આપ્યો હતો. ઘટાડો મુખ્યત્વે સેગમેન્ટની ઓટોમોબાઈલ કેટેગરીને કારણે થયો હતો, જે વિભાગની કુલ આવકના 65 ટકા જેટલો હિસ્સો રાખે છે. વૈશ્વિક ચિપની અછત અને પુરવઠાના પડકારોને કારણે કારના વેચાણમાં ઘટાડો થયો છે.
30 જૂનના રોજ પૂરા થતા ત્રણ મહિનામાં સમગ્ર રિટેલ યુનિટ માટે પ્રીટેક્સ કમાણી 3.5% ઘટીને 443 મિલિયન ડોલર થઈ છે. ગ્રાહક ઉત્પાદનોના ઉત્પાદનમાંથી આવક, જેમાં જ્વેલરી નિર્માતા રિચલાઇન ગ્રૂપનો સમાવેશ થાય છે તે 14 ટકા વધીને 4.35 બિલિયન ડોલર થઈ, જ્યારે પ્રીટેક્સ કમાણી 10 ટકા ઘટીને 451 મિલિયન ડોલર પર પહોંચી છે.