આગામી વર્ષ 2030 સુધીમાં ભારતમાં લેબગ્રોન હીરાનું વાર્ષિક ઉત્પાદન 19.2 મિલિયન કેરેટને આંબી જશે…!!!
DIAMOND TIMES – લેબગ્રોન હીરાના ઉત્પાદનમાં ભારત વિશ્વનું મુખ્ય કેન્દ્ર બને તેવી મજબુત સંભાવનાઓ વ્યક્ત કરવામા આવી છે.ભારતના હીરા ઉદ્યોગ માટે ગર્વ લઈ શકાય તેવી આ શક્યતાઓ પાછળ અનેક મજબુત પરિબળો છે.જેના પર નજર નાખીએ તો લેબગ્રોન હીરાના કારોબારમાં ઝંપલાવનાર સાહસિક ઉદ્યોગપતિઓ, કુશળ અને મહેનતુ માનવબળ, લેબગ્રોન હીરાના ઉત્પાદન માટે પ્રયોગશાળામાં વપરાતી મશીનરીમાં સતત રિચર્સ અને ડેવલોપિંગ, દેશ-વિદેશમાં લેબગ્રોન હીરાની સતત વધી રહેલી માંગ, વિશ્વના અનેક દેશોમાં આવેલી રફ હીરાની ખાણોમાથી કુદરતી હીરાના ઉત્પાદનમા સતત થતો ઘટાડો તેમજ કુદરતી હીરાની તુલનાએ લેબગ્રોન હીરાની લગભગ 80-90% સસ્તી કીંમત સહીતના અનેક પરિબળો કામ કરી રહ્યા છે.
બેન એન્ડ કંપનીના અહેવાલ અનુસાર અંદાજીત 7 મિલિયન કેરેટની વૈશ્વિક માંગની સરખામણીએ વિતેલા વર્ષ 2020માં ભારતમાં લેબગ્રોન હીરા( laboratory-grown diamonds (LGDs)નું વાર્ષિક ઉત્પાદન 1.5 મિલિયન કેરેટ સુધી પહોંચ્યું હોવાનો અંદાજ છે.અહેવાલ મુજબ લેબગ્રોન હીરાના વાર્ષિક 3 મિલિયન કેરેટ ઉત્પાદન સાથે ચીન વિશ્વમાં પ્રથમ સ્થાને અને ભારત બીજા સ્થાને છે.જ્યારે સિંગાપોર અને અમેરીકા સંયુક્ત રીતે 1 મિલિયન કેરેટ ઉત્પાદન સાથે વિશ્વમાં ત્રીજા સ્થાને છે. ઉલ્લેખનિય છે કે લેબગ્રોન હીરાની ઉત્પાદન પ્રક્રીયામાં ચીન અને ભારત વચ્ચે ખુબ મોટો તફાવત છે.લેબગ્રોન હીરાના ઉત્પાદન માટે ચીન ઉચ્ચ દબાણવાળા, ઉચ્ચ તાપમાન (એચપીએચટી) પ્રક્રીયા અપનાવે છે. જ્યારે ભારત સીવીડી પદ્ધતિથી હીરાનું ઉત્પાદન કરે છે.સીવીડી પદ્ધતિની મદદથી ગુણવત્તા યુકત લેબગ્રોન હીરાનું ઉત્પાદન મેળવી શકાય છે.આ બાબતમાં ચીનની સરખામણીએ ભારતનો હાથ ઉપર રહે છે.
વર્ષ 2019 થી 2024 દરમિયાન લેબગ્રોન હીરાનું વૈશ્વિક બજાર વાર્ષિક 8.11%ના દરે વૃદ્ધિ પામી 9.8 અબજ અમેરીકી ડોલરને આંબી જવાની સંભાવના છે.આગામી વર્ષ 2030 સુધીમાં લેબગ્રોન હીરાનું વૈશ્વિક બજાર પ્રતિ વર્ષ સરેરાશ 10%ના વધારા સાથે 19.2 મિલિયન કેરેટ જેટલું થવાની ધારણા છે.ભારતમાથી વિદેશમા થતી લેબગ્રોન હીરાની નિકાસમાં પ્રતિવર્ષ લગભગ 55% જેટલી જંગી વૃદ્ધિ થઈ છે.એપ્રિલ 2020 થી જાન્યુઆરી 2021 ના સમય ગાળા દરમિયાન ભારતે 57% ના વૃદ્ધિ દર સાથે 558.71 મિલિયન અમેરીકી ડોલરના લેબગ્રોન હીરાની નિકાસ કરી છે.
દીર્ધ દ્રષ્ટ્રી ધરાવતા સુરતના સાહસિક હીરા ઉદ્યોગકારોએ વૈશ્વિક પરિવર્તન પારખવાની જરૂર : ડો. સ્નેહલ પટેલ (CEO દિયોરા એન્ડ ભંડેરી)
લેબગ્રોન હીરાના ઉત્પાદન કાર્ય સાથે સંકળાયેલી સુરતની અગ્રણી દિયોરા એન્ડ ભંડેરી કંપનીનાં સીઈઓ ડો.સ્નેહલ પટેલે અપીલ કરતા કહ્યુ કે દીર્ધ દ્રષ્ટ્રી ધરાવતા સુરતના સાહસિક હીરા ઉદ્યોગકારોએ વૈશ્વિક પરિવર્તન પારખવાની જરૂર છે.
ડો.સ્નેહલ પટેલે વૈશ્વિક લેબગ્રોન હીરા અંગે બેન એન્ડ કંપનીના સકારાત્મક અહેવાલને ટાંકીને પ્રતિભાવ આપતા કહ્યુ કે એપ્રિલ 2020 થી જાન્યુઆરી 2021 ના સમય ગાળામાં ભારતે 57%ના જંગી વૃદ્ધિ દર સાથે 558.71 મિલિયન અમેરીકી ડોલરના લેબગ્રોન હીરાની નિકાસ કરી છે.આ આંકડાઓ પરથી આસાનીથી અનુમાન લગાવી તેમ છે કે લેબગ્રોન હીરાનું ભવિષ્ય ખુબ જ ઉજ્જવળ છે. હજુ પણ આગામી વર્ષોમાં લેબગ્રોન હીરાની વૈશ્વિક માંગમા અનેક ગણી વૃદ્ધિ થવાની પરેપુરી સંભાવનાઓ છે.
ભારતમાથી વિદેશમા થતી લેબગ્રોન હીરાની નિકાસમાં પ્રતિવર્ષ લગભગ 55% જેટલી જંગી વૃદ્ધિ થઈ છે. જેટ ગતિએ વધી રહેલી લેબગ્રોન હીરાની વૈશ્વિક માંગને પહોંચી વળવા અમારી કંપની દિયોર એન્ડ ભંડેરી સંપુર્ણ રીતે સુસજ્જ છે. અમારી કુશળ ટેકનિકલ ટીમ દ્વારા સતત રિચર્સ અને ડેવલોપિંગ કાર્ય ચાલતુ જ રહે છે. અમો ઉત્પાદનની સાથે હીરાની ગુણવત્તા અને અમારા ગ્રાહકોની જરૂરીયાતને ખુબ જ મહત્વ આપી રહ્યા છીએ.નિકાસ વધારવા અને રોજગારીનું સર્જન કરવામાં લેબગ્રોન હીરાનું ખુબ મોટુ યોગદાન રહેવાનું છે.લેબગ્રોન હીરા ઉદ્યોગ થકી આગામી વર્ષ 2050 સુધીમાં ભારત સહીત વિશ્વમાં લગભગ 1.15 મિલિયન લોકોને નવી રોજગારી મળે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે.