વૃક્ષોના મૂળ જેવો ગોલ્ડન નેકલેસ આચ્છાદિત કરીને રેમ્પ પર ઉતરી બેલા હદીદ

DIAMOND TIMES – એકદમ બોલ્ડ લાઈફ માટે જાણીતી મોડલ જીજી હદીદની 24 વર્ષીય નાની બહેન અને સુપર મોડેલ બેલા હદીદે ફ્રાન્સના જગવિખ્યાત કાન ફિલ્મ ફેસ્ટિવલમાં અદ્દભૂત ડ્રેસ ઉપર વૃક્ષોના મૂળ જેવો ગોલ્ડન નેકલેસ આચ્છાદિત કરીને રેમ્પ પર ઉતરતા તેણીએ જગતભરમાં ધૂમ મચાવી દીધી છે! ઉલ્લેખનિય છે કે 1927થી પેરિસની પ્રસિદ્ધ ફેશન બ્રાન્ડ શ્યાપરેલી માટે ડિઝાઈનર ડેનિયલ રોઝબેરીએ આ ડ્રેસ તૈયાર કર્યો છે.તેણીએ ડાબા હાથની આંગળીમા ધારણ કરેલી હીરા જડીત વીંટીની કીંમત પણ કરોડોમાં અંકાઈ રહી છે.

પેલેસ્ટાઇનના ટોલરન્ટનેના રાજમાં યહૂદીઓને ખ્રિસ્તીઓ શાંતિથી રહેવા લાગેલા એવા સદીઓ પહેલાના ઉદાર રાજવી ઝાહિરની રજવાડી વંશજ એટલે કે રોયલ પરિવારની જીજી હદીદ અને બેલા હદીદ અબજોપતિ બાપની દીકરીઓનો જન્મ અમેરિકામાં થયો છે.ડચ મોડલ એવી માતાને માતા કુખે જન્મેલી આ બંને બહેનો મુસ્લીમ હોવા છતા પણ જડતા વિરોધી અલ્ટ્રાલિબરલ લાઈફસ્ટાઇલ જીવનારી એટલે કે બુરખાના સામા છેડે વટભેર ચાલનારીઓ છે.