DIAMOND TIMES- વેકેશનની સમાપ્તિ પછી અમેરીકામાં આયોજીત લાસવેગાસ જ્વેલરી ટ્રેડફેરમાં એન્ટિક અને ડીઝાઈનર જ્વેલરીના સારા ઓર્ડર મળ્યા છે.મુલાકાતીઓ અને પ્રદર્શનકારીઓની પાંખી ઉપસ્થિતિ વચ્ચે પણ લાસ વેગાસ -શો સકારાત્મક પ્રભાવ દર્શાવે છે.જેના કારણે જ્વેલરીના ઓનલાઇન વેંચાણને વેગ મળ્યો છે.
અગ્રણી જ્વેલરી કંપની સિગ્નેટ જ્વેલર્સનું બીજા કર્વાટરનું વેંચાણ 101 ટકાના વધારા સાથે 1.8 બિલિયન અમેરીકી ડોલર અને નફો 225 મિલિયન ડોલરનો નોંધાયો છે.અન્ય એક જ્વેલરી કંપની ચાઉ સંગ સંગનું અર્ધવાર્ષિક વેચાણ 69 ટકાના વધારા સાથે 1.4 બિલિયન અમેરીકી ડોલર નોંધાયુ છે.ઉપરોક્ત હકારાત્મક અહેવાલ હીરા અને ઝવેરાતની માંગ જળવાઈ રહેવાના સંકેત આપે છે.બેલ્જિયમની જુલાઈ મહીનાની પોલિશ્ડ નિકાસ 23 ટકાના વધારા સાથે 710 મિલિયન અમેરીકી ડોલર જ્યારે રફ હીરાની આયાત 147 ટકાના વધારા સાથે 927 મિલિયન અમેરીકી ડોલર થઈ છે.
ફેન્સી હીરા બજારની વાત કરીએ તો પુરવઠાની અછત અને વધતી જતી માંગ વચ્ચે મોટાભાગના કદ અને કેટેગરીમાં કિંમતો મજબૂત થઈ રહી છે.ફેન્સી હીરા જડીત સગાઈની વીંટી સહીત લગ્નસરાની જ્વેલરીના વેચાણમાં વધારો જળવાઈ રહ્યો છે.ઓવલ,એમરાલ્ડ,પ્રિન્સેસ,લોંગ રેડીયન્ટસ અને માર્કીઝ કટના ફેન્સી હીરાની ડીમાન્ડમાં વધારો થયો છે.
લાસ વેગાસના આયોજન પછી અમેરીકાના બજારોમાં ભારે ઉત્સાહનો માહોલ છે.ફેન્સી હીરાની ધુમ વચ્ચે અમુક પસંદગી ની ક્વોલિટીના રાઉન્ડ કટ હીરાનું મજબૂત વેચાણ નોંધાયુ છે.1 કેરેટ અને તેનાથી મોટી સાઈઝના E-I, VVS-SI, 3X કેટેગરીના હીરાની વધુ માંગ છે.બેલ્જિયમના હીરા બજારમાં 1 થી 2 કેરેટમાં G-J, VS-SI, 3X કેટેગરીના હીરાની માંગ છે.ઉપરાંત 2.50 કેરેટના હીરાની પણ સારી કીંમત મળી રહી છે.રફ ટ્રેડિંગ પણ મજબૂત છે.
ઇઝરાયેલમાં કોવિડ મહામારી અને યહૂદીઓના પવિત્ર તહેવારના દિવસો આવી રહ્યા હોવાથી ટ્રેડીંગ પ્રવૃત્તિ મ્યૂટ છે . આમ છતા પણ 1 કેરેટમાં G-I, VS-SI, 3X કેટેગરીના હીરામાં સારું વેચાણ છે.તૈયાર હીરાની માંગ ધીમી પડતા મુંબઈ ના હીરા બજારોમાં ટ્રેડીંગ શાંત છે.0.50 કેરેટ અને તેનાથી મોટી સાઈઝના G-I,SI કેટેગરી અને ફેન્સી હીરાના સારા ઓર્ડર છે.ખાસ કરીને ઓવલ કટ,પિયર્સ,લોંગ રેડીયયન્ટસ અને પ્રિન્સેસની સારી માંગ છે.હોંગકોંગના હીરા બજારોમાં હીરાના વેચાણમાં સુધારો નોંધાયો છે.0.30 થી 0.80 કેરેટમા D-I, VVS-SI1 કેટેગરીના હીરામાં સારી હિલચાલ છે.સ્થાનિક બજારમાં રેટેઇલ કારોબાર વધ્યો છે.