બેલ્જિયમ સરકારને કેરેટ ટેક્સ થકી 74 મિલિયન ડોલરના ટાર્ગેટ સામે 29.5 મિલિયન ડોલરની આવક

DIAMOND TIMES : બેલ્જિયમ સરકારે 2020માં જ્વેલરી પરના “કેરેટ ટેક્સ”થી 29.5 મિલિયન ડોલરની આવક રળી છે. જો કે સરકારને અપેક્ષા હતી કે કેરેટ ટેક્સથી 74 મિલિયન ડોલર જેટલી આવક થશે. 2017 માં રજૂ કરાયેલી નવી વ્યવસ્થા બાદ દેશના 1,200 અથવા તેથી વધુ હીરાના ડીલરોને નફાને બદલે આવકના 2.1 ટકા પર ટેક્સ લગાડવામાં આવે છે.

2017 અને 2018ના વર્ષોમાં કરવેરા દરમિયાન કેરેટ ટેક્સ અનુક્રમે 84 મિલિયન ડોલર અને અને 104 મિલિયન ડોલર રહ્યું હતું. બેલ્જિયન અખબારો ડી તિજડ અને L’Echo એ આંકડા જાહેર કર્યા છે. આ આંકડાઓ 2015 અને 2016 કરતાં લગભગ ત્રણ ગણા વધુ છે. આ નવી વ્યવસ્થા શરૂ કરવામાં આવી તે પહેલા 2015માં હીરા વેપારીઓએ 29 મિલિયન ડોલરો અને 2016 માં 31 મિલિયન ડોલર ચૂકવ્યા હતા.

એક સરકારી રિપોર્ટ કહે છે કે 2018 પછી કંપનીઓના જૂથની નાદારી મુખ્ય પરિબળ હતું. યુરોપિયન કમિશને નવા કરને વાજબી તરીકે મંજૂર કર્યો હતો, તે સમયે જણાવ્યું હતું કે 75 ટકા હીરા ડીલરો પરિણામ સ્વરૂપે વધુ ચૂકવણી કરશે. કેરેટ ટેક્સ આવકના 2.1 ટકા પર નિશ્ચિત કુલ નફાના માર્જિન પર આધારિત છે.