વિદેશી સંપતિની તપાસ માટે સુરત ઇન્કમટેક્ષ વિભાગ દ્વારા સ્પેશિયલ ફોરેન એસેસ્ટ ઇન્વેસ્ટિગેશન યુનિટ (FAIU) ની કરાઈ રચના.આ યુનિટ સુરતીઓના વિદેશી ટ્રાન્ઝેકશનો પર રાખશે બાજ નજર,દુબઇ સહિતના આરબ કન્ટ્રી,અમેરિકા-યુરોપમાં સુરતીઓની મિલકતો હોવાના ઇન્કમટેક્ષ પાસે છે ઇનપુટ
DIAMOND TIMES –કાળાનાણા અને ટેક્સચોરીને નાથવા પ્રતિબધ્ધ કેન્દ્ર સરકાર તેને ટ્રેસ કરવા અત્યંત આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી રહી છે.આગામી મહીનાઓમાં જમીન-મિલકત કે ગોલ્ડમાં રોકાણ કે તેના બેનામી વહેવારો સરકારથી છુપાવવા લગભગ અસંભવ બની જશે.કાળાનાણા અને ટેક્સચોરીને નાથવાની કેન્દ્ર સરકારની પ્રતિબધ્ધતાને અનુલક્ષીને સુરત ઇન્કમટેક્ષ વિભાગે કમરકસી લીધી છે. દુબઈ સહીત વિદેશમાં થતા ફંડ ટ્રાન્સફર થકી ખરીદવામાં આવેલી મિલકતની તપાસ માટે સુરત ઇન્કમટેક્ષ વિભાગે સ્પેશિયલ ફોરેન એસેસ્ટ ઇન્વેસ્ટિગેશન યુનિટ (FAIU) રચ્યુ છે. ફોરેન એસેસ્ટ ઇન્વેસ્ટિગેશન યુનિટ (FAIU) સુરતીઓના વિદેશી ટ્રાન્ઝેકશનો પર બાજ નજર રાખશે.
મિડીયા અહેવાલ મુજબ ફોરેન એસેસ્ટ ઇન્વેસ્ટિગેશન યુનિટ (FAIU)માં એડિશનલ કમિશનરના પદ માટે બ્યોમકેસ પાંડાની નિમણૂક કરવામાં આવી છે.ફોરેન એસેસ્ટ ઇન્વેસ્ટિગેશન યુનિટ (FAIU)ની કામગીરી અત્યંત આધુનિક છે.જેની મદદથી આ વિંગ આ પ્રકારની સંપતિ ધરાવતા લોકોને આસાનીથી શોધી શકે છે.ઉલ્લેખનિય છે કે દુબઇ સહિતના આરબ કન્ટ્રી,અમેરિકા-યુરોપમાં સુરતીઓની મિલકતો હોવાના ઇન્કમટેક્ષ પાસે ઇનપુટ છે.