BDBમાં પ્રવેશ મુદ્દે ભારે અફડાતફડી : જુઓ વિડીયો

1521

લોકડાઉન સમાપ્ત નહી થાય ત્યા સુધી BDBમાં પ્રવેશ નહી આપવાની મળી ધમકી…

DIAMOND TIMES : મુંબઈ સ્થિત વિશ્વના સહુથી મોટા હીરા બજાર ભારત ડાયમંડ બુર્સમાં સભ્યો અને દલાલભાઈઓને પ્રવેશ આપવા મુદ્દે ભારે અફડાતફડી સર્જાઈ છે.જેના કારણે કોરોના ગાઈડ લાઈનનો સરેઆમ ભંગ થવાની સાથે લોકોની જીંદગી પણ જોખમમાં મુકાઈ ગઈ છે.

બીડીબી સંચાલક કમિટી દ્વારા ભારત ડાયમંડ બુર્સમાં સભ્યો અને દલાલભાઈઓને પ્રવેશ આપવા મુદ્દે ખાસ સુચના જારી કરવામાં આવી હતી.એકટીવેટ આઈડી કાર્ડ વગર પ્રવેશ નહી મળે તેમજ BDBમાં પ્રવેશ મેળવવા ઔપચારીક પ્રક્રીયા ફોલો કરવા બીડીબી સંચાલક કમિટી દ્વારા ખાસ નોટીસ બહાર પાડી દરેકને જાણ કરવામાં આવી હતી.

બીડીબી સંચાલક કમિટી દ્વારા જારી કરવામાં આવેલી નોટીસમાં જણાવવામાં આવ્યુ હતુ કે જે સભ્યો અને દલાલભાઈઓએ 15 થી 31 મે દરમિયાન ઓફીસ રેફરન્સનું ફોર્મ ભર્યુ છે તેમના ઓફીસ કોટા મુજબ આઈડી કાર્ડ ચાલુ રહેશે. પરંતુ જે સભ્યોને ઓફીસ રેફરન્સ નથી મળ્યુ અને જેમના આઈડી કાર્ડ બંધ છે તે તમામ સભ્યોને BDBમા પ્રવેશ નહી કરવા અનુરોધ કરવામાં આવ્યો હતો.આ ઉપરાંત સેઈફ અને બેંકના કામકાજ માટે ઓનલાઈન ફોર્મ ભરવાની પણ સ્પષ્ટ સુચના આપવામાં આવી હતી.પરંતુ આ તમામ સુચનાનો અમલ કરવામાં કચાશ રહી જતા આજે BDBમાં પ્રવેશ મુદ્દે ભારે અફડાતફડી મચી હતી.