શનિવારથી ચાર દિવસ રજાના કારણે બેંકો રહેશે બંધ

435

DIAMON TIMES- આગામી શનિ-રવિ-સોમ અને ગુરૂવારે એટલે કે 6 માં થી 4 દિવસ રજાના કારણે બેંકીંગ કામગીરી શકય નહિં બને.નાણાંકીય વર્ષનાં છેલ્લા સપ્તાહમાં જ આવતી ચાર દિવસ બેંક રજાને કારણે વેપાર ઉદ્યોગ સહીત સામાન્ય જનતાને પરેશાનીનો સામનો કરવો પડી શકે છે.

બેંકીંગ સુત્રોએ જણાવ્યું હતું કે આગામી 27 મીને શનિવારે 4થા શનિવારની રજા રહેવાની છે. રવિવારની અઠવાડીક રજા હશે.સોમવારને તા.29મીના રોજ ધુળેટી નિમિતે બેંકો બંધ રહેશે.30-31 મીના મંગળ-બુધવારે નોર્મલ કામગીરી રહેશે.પરંતુ 1 લી એપ્રિલને ગુરૂવારે ગ્રાહકો માટે બેંક વ્યવહારો બંધ રહેશે.કારણ કે નાણાંકીય વર્ષ પુરૂ થતા બેંકો વર્ષનાં સરવૈયા ઠીકઠાક કરવા આંતરીક કામગીરી કરે છે.જેથી આ દિવસે બેંકો ચાલુ હોવા છતાં સામાન્ય ગ્રાહકો માટેના બેંકીંગ વ્યવહાર બંધ રાખવામાં આવે છે.ગત પખવાડીયામાં ચાર દિવસ બેંકો બંધ હતી બે દિવસ શનિ-રવિની રજા તથા બે દિવસ કર્મચારી હડતાળને કારણે આ સ્થિતિ થઈ હતી. આ વખતે સળંગ ત્રણ દિવસ અને પછી સપ્તાહનાં મધ્યે એક દિવસ એમ ચાર દિવસ લોકો બેંકીંગ કામગીરી નહીં કરી શકે.