સુરતની ડાયમંડ કંપની બેંકલોનની મોટી રકમની ચુકવણીમાં નિષ્ફળ ગઈ હોવાના અહેવાલમાં ભારે વિરોધાભાષ

69

DIAMOND TIMES – નીરવ મોદી અને મેહુલ ચોકસીએ પંજાબ નેશનલ બેંકમાં 14000 કરોડથી વધારે રકમમાં ડિફોલ્ટ થયા બાદ સુરતની વધુ એક ડાયમંડ કંપની બેંકલોનની ચુકવણીમાં નિષ્ફળ નિવડી હોવાના અહેવાલમાં ભારે વિરોધાભાષ જોવા મળી રહ્યો છે.

અમુક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે સુરતની ડાયમંડ કંપનીએ IDBI બેંકને 6710 કરોડ રૂપિયાની લોનની ચુકવણી નહીં કરી હોવાનું જાણવા મળ્યું છે.આ અત્યાર સુધીનું સૌથી મોટું બીજા નંબરનું ડિફોલ્ટ માનવામાં આવે છે.

જો કે અમુક અહેવાલ એવા પણ છે કે સુરતની ડાયમંડ કંપનીએ 6710 કરોડ રૂપિયાની લોનની ચુકવણી નહીં કરી હોવાની વાતને IDBI બેંકે નકારી છે.વળી અહેવાલમાં બેંક લોનની રકમ અંગે પણ અલગ અલગ આંકડાઓ છે.આ બાબત જોતા એમ કહી શકાય કે આ અહેવાલ અંગે પાકી માહીતી કે ખાતરી થઈ નથી.આ અંગે સત્ય અને અસત્ય વચ્ચે એક ભેદરેખા સ્પષ્ટ પણે દેખાઈ છે.જો કે આ ડાયમંડ કંપનીએ બેંકને લોનની ચુકવણી કરવાની બાકી હોઈ તેની મુંબઈ સ્થિત બાદ્રા કુર્લા કોમ્પલેક્સ ખાતેની ઓફીસને બેંકે સીલ કરી એ વાતમાં તથ્ય છે અને આ ઘટના ઘણી જુની છે.