DIAMOND TIMES – જ્વેલરી ક્ષેત્રનું વાર્ષિક 15 અબજ ડોલરથી વધુનું મહત્વનું યોગદાન રહ્યું છે.થાઈલેન્ડની કુલ નિકાસ મૂલ્યમાં ઓટોમોબાઇલ્સ અને ઇલેક્ટ્રોનિક્સ પછી જેમ એન્ડ જ્વેલરી ત્રીજા ક્રમે છે. વળી આ ઉદ્યોગ 1.2 મિલિયન લોકોને રોજગારી આપી રહ્યો છે.થાઇલેન્ડે ગત વર્ષે વિશ્વના ટોચના 15 જ્વેલરી નિકાસકારોમાં સ્થાન મેળવ્યું હતું.પરંતુ કોરોના મહામારીના પગલે મે-2021 સુધીમાં ઇલેન્ડની રત્ન અને જ્વેલરીનું નિકાસ મૂલ્ય એક વર્ષ અગાઉની તુલનાએ 62.95 ટકા ઘટીને 3.5 અબજ ડોલર થયું હતું.ક્રોનાના કારણે અનેક કારખાનાઓ કાયમી ધોરણે બંધ થઈ ગયા છે.
થાઈલેન્ડના રત્ન અને જ્વેલરી ઉદ્યોગની આવી વિકટ સ્થિતિ નિવારવા એક માત્ર ટ્રેડ ફેર મહત્વનું પરિબળ બની શકે છે.આ બાબતને ધ્યાનમાં રાખી થાઈલેન્ડના ઇન્ટરનેશનલ ટ્રેડ પ્રમોશન સંસ્થા દ્વારા 11 થી 15 સપ્ટેમ્બર દરમિયાન બેંગકોક જેમ્સ એન્ડ જ્વેલરી વર્ચ્યુઅલ ફેરનું આયોજન કરવામાં આવ્યુ છે. જેમા ભારત સહીત વિશ્વભરના ખરીદદારો અને નિકાસકારો જોડાઈ શકે તેવે સુવિધા આપવામાં આવનાર છે.
આ ઉપરાંત, થાઇલેન્ડની જેમ એન્ડ જ્વેલરી ઇન્સ્ટિટ્યૂટ આ વર્ષના અંતમાં આંતરરાષ્ટ્રીય ચાંતાબુરી જેમ્સ એન્ડ જ્વેલરી ફેસ્ટિવલનું આયોજન કરવાની યોજના ધરાવે છે.જેનો ઉદ્દેશ્ય જેમ એન્ડ જ્વેલરી ઉદ્યોગને પ્રોત્સાહન આપવાની સાથે વિશ્વના રત્નોના ઉત્પાદન અને વેપારના કેન્દ્ર તરીકે થાઇલેન્ડની ભૂમિકાને મજબુત બનાવવાનો છે.