ઓસ્ટ્રેલિયા-ભારત ટ્રેડ એગ્રીમેન્ટથી હીરા -ઝવેરાતની નિકાસ વધશે : અભિમન્યુ શર્મા

DIAMOND TIMES : ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વેપાર વધારવા માટે બન્ને દેશો દ્વારા કરવામાં આવેલો ઇકોનોમિક કો-ઓપરેશન એન્ડ ટ્રેડ એગ્રીમેન્ટ ૨૯ ડિસેમ્બરથી લાગુ થઇ જશે. ત્યારે જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ અને ડીજીએફટી દ્વારા વેપારીઓને માહિતી આપવામા માટે આઉટરીચ પ્રોગ્રામનું આયોજન થયું હતું.

મિનીબજાર ખાતે સૌરાષ્ટ્ર પટેલ ભવનમાં આયોજિત કાર્યક્રમ દરમિયાન ડીજીએફટીના જોઇન્ટ ડિરેક્ટર અભિમન્યુ શર્માએ જણાવ્યું હતું કે એગ્રીમેન્ટને લીધે વેપારને ખૂબ ફાયદો થશે. ભારતથી ટેક્સટાઇલ, જ્વેલરી, એગ્રીકલ્ચરલ પ્રોડક્ટ, ફાર્માસ્યુટિકલ એક્સપોર્ટ કરવામાં આવે છે. ઓસ્ટ્રેલિયામાં થતી નિકાસ પૈકી માત્ર સાડા ચાર ટકા ભારતનો હિસ્સો છે. જે આગામી દિવસોમાં તેજીથી વધશે.

હવે ભારતથી ઓસ્ટ્રેલિયામાં નિકાસ કરવામાં આવતી ગોલ્ડ જ્વેલરી, સ્ટડેડ જ્વેલરી, પ્લેઇન જ્વેલરી પર હવે કોઇ ડ્યૂટી ચૂકવવી પડશે નહીં. હાલ ભારતથી ઓસ્ટ્રેલિયામાં ૧૫૦ મિલિયન ડોલરનું એક્સપોર્ટ થાય છે જે પાંચ વર્ષમાં ૬૦૦ મિલિયન થઇ જવાની આશા છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે એગ્રીમેન્ટના લીધે ઓસ્ટ્રેલિયામાં અભ્યાસ કરવા જતા ભારતના વિદ્યાર્થીઓ ૧ ૮ મહિનાથી લાઇ ૪ વર્ષ સુધી ત્યાં જોબ કરી શકશે. ઓસ્ટ્રેલિયાથી ભારતમાં સૌથી વધારો કોલસો ઇમ્પોર્ટ કરવામાં આવે છે એગ્રીમેન્ટથી ઉદ્યોગકારોને ફાયદો મળશે.