સોનાના ઉત્પાદનમાં ચીનને પછાડી ઓસ્ટ્રેલિયા નંબર વન

715

2007થી ચીન સોનાના ઉત્પાદનમાં નંબર વન હતુ.પરંતુ 14 વર્ષ પછી ઓસ્ટ્રેલિયાએ ચીનને પછડાટ આપી દીધી છે.પાછલા છ મહીના દરમિયાન ચીને કુલ 153 ટન સોનાનું ઉત્પાદન કર્યુ છે.જ્યારે તેની તુલનાએ ઓસ્ટ્રેલિયાએ 157 ટન સોનાનું ઉત્પાદન કરી ચીનને પાછળ ધકેલી દીધુ છે.

DIAMOND TIMES – ભારત સહીત સમગ્ર દુનિયાના લોકો સોનાના દિવાના છે.સોનુ મેળવવાની ચાહત એવી છે કે ભારતને દુનિયાભરમાંથી અનેક ટન સોનુ દર વર્ષે આયાત કરવું પડે છે.આવી સ્થિતિ વચ્ચે મોટાભાગના લોકોના મનમા જિજ્ઞાસા થતી હશે કે સોનાનો આટલા મોટા જથ્થાનું ઉત્પાદન ક્યા દેશમાં થતુ હશે?? તો તેનો જવાબ એ છે કે વર્તમાન સમયે દુનિયાભરમાં સૌથી વધુ સોનાનું ઉત્પાદન ઓસ્ટ્રેલિયામાંથી જ થાય છે.

સોનાના ઉત્પાદનમાં ઓસ્ટ્રેલિયાએ તાજેતરમાં ચીનને પછડાટ આપતા દુનિયાનું સૌથી મોટા સોના ઉત્પાદક દેશનો દરજ્જો પ્રાપ્ત કર્યો છે. ઓસ્ટ્રેલિયાએ પહેલી વખત આ સિધ્ધિ મેળવી છે.ઓસ્ટ્રેલિયાએ સોનાનું ઉત્ખનન ઝડપી બનાવ્યું છે.ઓસ્ટ્રેલિયાની કંપની રેડ-ફાઈવ પશ્ચિમ ઓસ્ટ્રેલિયામાં સોનાની એક મોટી ખાણથી ઉત્પાદન શરૂ કરવા જઈ રહી છે.આ ઉત્પાદન એવા સમયે શરૂ થઈ રહ્યું છે કે જ્યારે સોનાના ભાવ 1800 ડોલર પ્રતિ ઔસ આસપાસ છે.ચીન વર્ષ 2007થી સોનાના ઉત્પાદનમાં નંબર વનના સ્થાને હતુ અને આશરે 14 વર્ષ બાદ ઓસ્ટ્રેલિયાએ તેને પછડાટ આપી છે

એક અહેવાલ પ્રમાણે ચીને છેલ્લા છ મહિનામાં 153 ટન સોનાનું ઉત્પાદન કર્યું છે.જ્યારે ઓસ્ટ્રેલિયાએ 157 ટન સોના નું ઉત્પાદન કરીને ચીનને પાછળ રાખી દીધુ.કહેવામાં આવી રહ્યું છે કે ચીનમાં સોના ઉત્પાદનમાં મુશ્કેલી આવી રહી છે અને તે જ કારણોસર તેનું ઉત્પાદન ઘટી ગયું છે. ઓસ્ટ્રેલિયામાં સતત સોનાનું ઉત્પાદન વધી રહ્યું છે.વર્ષ 2019-20માં ઓસ્ટ્રેલિયાએ 328 ટન સોનાનું ઉત્પાદન કર્યું હતુ.

અન્ય હેવી મેટલ્સની જેમ સોનુ પણ ધરતી પર ઘણુ દુર્લભ છે.એસ્ટ્રોનોમીના એક રિપોર્ટ મુજબ સમગ્ર માનવ ઈતિહાસમાં ઉત્ખનન કરાયેલા આશરે 1.83 લાખ ટન સોનાને એક સોલિડ ક્યૂબમાં રાખવામાં આવે તો તેની એક છેડો 70 ફૂટનો થઈ શકે છે.સોનાનો આ જથ્થો ભલે જંગી લાગતો હોય પરંતુ ધરતીમા ધરબાયેલી અન્ય ધાતુઓની તુલનાએ તે બહુ જ નાનો છે.એક અંદાજ મુજબ 1.6 ક્વોડ્રલ્યન ટન સોનુ ધરતીના પેટાળમાં છે. ઓસ્ટ્રેલિયન જિયોલોજીસ્ટ બર્નાર્ડના અહેવાલ મુજબ દુનિયાનું 99 ટકા સોનું ધરતીમાં અનેક માઈલ નીચે ધરબાયેલું છે.