પવિત્ર તાપી નદીના કિનારે વસેલું ગુજરાત રાજયનું ધબકતું,વેગવંતુ અને મોજીલુ સુરત શહેર ગુજરાતની આર્થિક રાજધાની તેમજ ભારતના ગ્રોથ એન્જીન તરીકે વિખ્યાત છે.સોનાની નગરી સુરતમાં ગુજરાતી,સુરતી,કાઠિયાવાડી લોક બોલી તેમજ પારસી,મરાઠી, હિન્દી સહિત ભારતની લગભગ તમામ પ્રકારની ભાષાઓ બોલતા લોકો આવીને વસ્યા છે. જેથી સુરતને મીની ભારતનું પણ ગૌરવશાળી બિરુદ્દ પ્રાપ્ત થયુ છે.આ ઉપરાંત ભાષાની વિવિધતાઓની સાથે ઔધોગિક વિવિધતાઓનો સંગમ ધરાવતી સુર્ય નગરી સુરતને ડાયમંડ હબ ઓફ વર્લ્ડ,ટેક્ષટાઇલ સીટી ઓફ ઇન્ડિયા, સિલ્ક સીટી ઓફ ઇન્ડિયા,ફલાય ઓવર સીટી ઓફ ઇન્ડિયા સહીતના અનેક વિશેષણો મળ્યા છે.એમકહી શકાય કે કદાચ સુરતને જેટલા ઉપનામ અને વિશેષણો મળ્યા છે એટલા વિશ્વના અન્ય કોઇ શહેરને નહી મળ્યા હોય !!
સતત દોડતું,ધબકતુ અને વિકસતું શહેર સુરત હાલ શિક્ષણ ક્ષેત્રે મહત્વનું કેન્દ્ર બની ઉભરી રહ્યુ છે.તો આઈ.ટી હબ બનવાની દીશામાં સુરત મક્કમતાથી પગલા પાડી રહ્યુ છે.CA, CS, CMA સહીતના ઉચ્ચ અભ્યાસક્રમો અને વ્યવસાયના ક્ષેત્રમાં શ્રેષ્ઠ કારકિર્દીનું ઘડતર કરવા ખૂબ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યાં છે . સૌરાષ્ટ્રમાંથી પણ યુવાનો વિવિધ અભ્યાસ કે પછી સરકારી નોકરીના કોંચિંગ માટે સુરત આવે છે.પરંતુ આટલે મોટી ખોડ એ છે કે સુરતની આટલી મોટી સિધ્ધિ વચ્ચે પણ 12 લાખથી વધુ વસ્તી ધરાવતા સૌરાષ્ટ્રવાસી પટેલ સમાજની સુરતમાં એક પણ હોસ્ટેલ નથી. આ દુવિધાને દુર કરવા હવે પટેલ સમાજે કમરકસી છે.
રખ હોંસલા.. વો મંજર ભી આયેગા,પ્યાસે કે પાસ.. ચલ કે સમંદર ભી આયેગા,
થક કર ન બેઠ, એ મંજિલ કે મુસાફિર, મંજિલ ભી મિલેગીઔર મિલને કા મઝા ભી
આ પ્રકારની મજબુત હીંમત સાથે સામાજિક અને વાણિજ્ય ગતિવિધીઓથી ધમધમતા અને ધબકતા સુરત શહેરમાં આવનારા પરિવર્તન પરથી અંદાજ લગાવી શકાય કે આવનારો સમય યુવાનોનો છે.ખૂબ મોટી સંખ્યામાં યુવાનો ધંધા-વ્યવસાય કે કારકિર્દી માટે તૈયાર થઈ રહ્યાં છે.ત્યારે આવા ઉત્સાહી યુવાનોને નવી દિશા,નવા વિચારો આપવા તેમજ સમાજ નિર્માણ અને પછી રાષ્ટ્રના નિર્માણ માટે સુરતમા હોસ્ટેલની તાતી જરૂર છે.આ સમસ્યાને નેસ્ત નાબુદ કરવા સમસ્ત પાટીદાર સમાજનાં સહકારથી અને પદ્મશ્રી મથુરભાઈ સવાણીના માર્ગદર્શન હેઠળ સુરતના અગ્રણી બિઝનેસ મેનો,સમસ્ત પાટીદાર સમાજનાં ટ્રસ્ટીઓ,સામાજિક સંસ્થાઓના આગેવાનો તેમજ સરદારધામ સંસ્થાનાં પ્રમુખ સેવક ગગજીભાઈ સુતરિયાની આગેવાની હેઠળ ટીમ સરદારધામ અમદાવાદ-વડોદરાનાં સભ્યોની કિરણ હોસ્પિટલ ખાતે એક ચિંતન બેઠક મળી હતી.
આ ચિંતન બેઠકમાં પદ્મશ્રી મથુરભાઇ સવાણી તેમજ સરદારધામ પ્રમુખસેવક ગગજી સુતરીયા સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતની પાટીદાર સમાજની સંસ્થાઓએ એક સુરમાં સુરતના અગ્રણીઓ અને સામાજીક વડાઓની ઉપસ્થિતીમાં અમદાવાદ, વડોદરા, ભાવનગર બાદ હવે આગામી સમયમાં સુરત ખાતે સરદારધામના નિર્માણનો ઐતિહાસિક સંકલ્પ લીધો હતો.સરદારધામ દક્ષિણ ગુજરાતના ફેઝ 1 માં 300 કરોડના ખર્ચે GPSC- UPSC તાલીમ કેન્દ્ર અને હોસ્ટેલ સહિતના યુવાઓને કેન્દ્રમાં રાખીને કરવામાં આવતા કાર્યો માટેના ભવનનું નિર્માણ કરાશે.ત્યારબાદ ફેઝ 2માં બાળ ભવનથી ઉચ્ચ શિક્ષણ માટે બીજા વધુ એક ભવનનું નિર્માણ કરાશે.
આમ સમાજના બાળકોનું પ્રાથમિક અભ્યાસથી તેના લક્ષ્ય સુધીનું ઘડતર સરદારધામ દક્ષિણ ગુજરાતમાં હવે શક્ય બનશે.જેનો લાભ દક્ષિણ ગુજરાત તેમજ અન્ય જીલ્લા અને ગ્રામ્ય વિસ્તારના હજારો વિદ્યાર્થીઓને મળશે.ભવન નિર્માણ નું કામ યોગ્ય દિશામાં વહેલી તકે આગળ વધે તે માટે દક્ષિણ ગુજરાત ખાતે લેન્ડ કમિટી,પ્રોજેકટ કમિટી, યુવાનોની એક્શન કમિટીનું ગઠન કરવામાં આવ્યુ છે.વિશ્વના 90 ટકા હીરાનું કટિંગ અને પોલિશીંગ સુરતમાં થાય છે.આ સિધ્ધિ બહુ મોટી છે.
હીરાના કારોબારમાં આ પ્રકારની સફળતા મેળવી ચુકેલા કાબેલ આગેવાનો સમાજના સર્વાંગી વિકાસ કે યુવાનો માટે કારકીર્દી ઘડવાની બાબતમાં પણ મક્કમ છે.કર્મભુમિ સુરતના વિકાસની વાત હોય ત્યારે હીરા વ્યાપારીઓ હીરાની જેમ ચમક્યા વગર કેમ રહી શકે ? એ જ નાતે આ સંકલ્પની ઐતિહાસિક ક્ષણમાં પોતાની સાક્ષી પુરાવવા સુરત અગ્રણી ડાયમંડ બિઝનેસમેન અને કપુ જેમ્સના માલિક દિયાળભાઈ વાઘાણીએ રૂપિયા બે કરોડ જ્યારે ગ્લો સ્ટારના માલિક કેશુ ભાઈ ગોટીએ પણ રૂપિયા બે કરોડના આર્થિક સહયોગની જાહેરાત કરી છે.આ બંને હીરા ઉદ્યોગપતિઓ દ્વારા દક્ષિણ ગુજરાત સરદારધામના નિર્માણ માટે ભૂમિદાતા તરીકે જ્યારે અનુદાન આપવાની જાહેરાત કરવામાં આવી ત્યારે ત્યારે સુરતના યુવાનોમાં ઉત્સાહ ચરમસીમા પર હતો.
અકેલા ઇન્સાન સિર્ફ કુછ કર શકતા હૈ !
લેકિન બહોત સારે ઇન્સાન સબકુછ કર શકતે હૈ !
કામયાબ બિઝનેસમેન કે શબ્દ નહિ બોલતે !
ઉનકા વકત બોલતા હૈ ! ઔર વક્ત તભી આતા હૈ જબ વો ઐસે કાર્યમેં જુડતે હૈ
શિક્ષણ ઉપરાંત વ્યાપાર- ઉદ્યોગ પણ આજના યુવાનોની જરૂરિયાત છે ત્યારે ઉત્તમ તક થકી અતિઉત્તમ ભવિષ્ય તરફ હરણફાળ ભરવાનો સૌથી શ્રેષ્ઠ મુકામ એટલે સરદારધામનું એક અગત્યનું લક્ષબિંદુ ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ. GPBS 2018 અને 2020 ની અભૂતપુર્વ સફળતા બાદ સરદારધામ દ્વારા GPBS -2022નું 26-27-28 ફેબ્રુઆરીમાં સુરત ખાતે આયોજન થવા જઈ રહ્યું છે. જેનો મુખ્ય ઉદ્દેશ વેપારના વિસ્તરણનો છે. જેમાં એક જ પ્લેટફોર્મ પર નાનાથી માંડીને મોટા બિઝનેસમેન પોતાની પ્રોડકટનું બ્રાન્ડીંગ, માર્કેટીંગ, લોન્ચીંગ કરીને પોતાના બિઝનેસને ઉડવા માટે પાંખો ને વિસ્તરવા માટે ખુલ્લું આકાશ આપી શકે છે.તેમજ આર્થીક તથા સામાજિક ઉત્થાન દ્વારા સફળતાના દ્વાર ખોલી શકે છે.30,000 સ્ક્વેર મીટરમાં આયોજીત થનાર આ ભવ્ય એકઝીબિશનમાં 30,000થી વધુ ઉત્પાદનો (પ્રોડક્ટ્સ) હશે . ઉપરાંત રેકોર્ડ બ્રેકિંગ B2B મિટીગ થશે.
આ સમિટમાં યુવાઓના માર્ગદર્શન માટે અનેક પ્રેક્ટીકલ અને પ્રોફેશનલ વક્તાઓ દ્વારા આર્થિક વિકાસના મુદ્દાઓ પર તેમજ બિઝનેસ મેનેજમેન્ટ અને ટેકનોલોજી અંગે ખાસ વક્તવ્ય અપાશે. ઉપરાંત આજના તૈયાર થઇ રહેલા યુવાનોને આવનારા વર્ષોનું વિઝન અને ચોકક્સ રીઝન અપાશે.આ સમિટમાં ખાસ નોંધનીય બાબત એ હશે કે આ એક્ઝિબિશન માં મોટા બિઝનેસની સાથે સાવ નાના અને જમીન સાથે જોડાયેલા કૃષિ, ડેરી અને મહિલા ઉદ્યોગ માટે પણ સ્થાન હશે એટલું જ નહી તેમનો 50 ટકાના આકર્ષક ડીસ્કાઉન્ટથી સ્ટોલ આપવામાં આવશે.
આ સમિટમાં 950+ સ્ટોલસ અને 12 કરતા વધારે ડોમ હશે. જેમાં હેન્ડલુમ, હેન્ડીક્રાફટ, ફૂડ, ડેરી, એજ્યુકેશન, આઈ-ટી સેક્ટર, હોમ એપ્લાયન્સ, રિયલ એસ્ટેટ, બિલ્ડીંગ મટિરિયલ, આર્કીટેક્ચરલ, ઇન્ટરીયર & સીરામીક, ડાયમંડ, ટેક્સટાઇલ, ફાર્માસ્યુટિકલ, એન્જીનીયરીંગ, એંજીનિયરીંગ, પ્લાસ્ટિક, ફાર્મા, બેન્કિંગ, ફાયનાન્સ, ટ્રાવેલ્સ, જેમ્સ & જવેલરી, ઓટોમોબાઇલ, કેમીકલ, ઇન્ફ્રાસ્ટ્રકચર, પેટ્રો-કેમિકલ, એગ્રો, ઇલેક્ટ્રોનિક્સ, ગારમેન્ટ, શીપીંગ, સર્વિસ સેક્ટર, હેલ્થ કેર, સોલાર પાવર ઉપરાંત અને અનેક બિઝનેસ સેક્ટરને આવરી લેવામાં આવ્યા છે. GPBS 2018 અને 2020 ની જેમ આ સમીટમાં પણ પાટીદાર ઉદ્યોગ રત્ન એવોર્ડ વિજેતાઓની માહિતી સભર કોફીટેબલ બુક બહાર પાડવામાં આવશે. આમાં મોટા પ્રમાણમાં હીરાનાં વ્યાપારીઓ તેમજ અન્ય અગ્રણી ઉદ્યોગપતિઓ મોટી સંખ્યામાં હાજરી આપશે. દર સમિટની જેમ આ વખતે પણ બહોળા પ્રમાણમાં મુલાકાતીઓ મુલાકાત લેશે એવું અનુમાન છે.
આ સમિટના ગ્રાન્ડ લોન્ચીંગ કાર્યક્રમ પણ સુરત સ્થિત સરસાણા કન્વેશન સેન્ટરના પ્લેટીમન હૉલમાં યોજાયો હતો.જેમાં વિશાળ સંખ્યામાં બિઝનેસમેનોએ હાજરી આપી હતી.સરદારધામ પ્રમુખસેવક ગગજીભાઈ સુતરીયાએ જણાવ્યું કે સરદાર ધામના લક્ષબિંદુમાંના એક લક્ષબિંદુ એવા GPBS અને GPBO યુવાશક્તિના સર્વાગી વિકાસનું એક આર્થિક ઐતિહાસિક અભિયાન છે.એ એક આઈડિયા છે.જ્યાં નાનાથી લઈને મોટા બિઝનેસમેનો એક જ પ્લેટફોર્મ પર ભેગા થઈ ને પરસ્પર વેપાર-ઉદ્યોગ કરશે.
સ્ત્રીશક્તિકરણના ભાગ રૂપે આ સમીટમાં નાના મોટા ઉદ્યોગો કરતી મહિલા સાહસિકોનેને 50 ટકા ડીસ્કાઉન્ટથી અલગ ડોમ ફાળવવામાં આવશે.જ્યારે સામાજિક સમરસતાના ઉદ્દેશ્યને સિધ્ધ કરવા 10% સ્ટોલ સર્વ સમાજ માટે ફાળવવામાં આવશે.ગગજીભાઈએ આ સમીટમાં સ્પોન્સર,સ્ટોલધારક, ડેલીગેટ તરીકે જોડાવવા આહવાન કર્યુ હતું.આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સુરતના અગ્રણી બિઝનેસમેનો, સામાજીક સંસ્થાના આગેવાનોએ હાજરી આપીને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.કાર્યક્રમનું આયોજન સરદારધામ દક્ષિણ ગુજરાત ઝોનના GPBS, GPBO તેમજ યુવા તેજ-તેજ્સ્વીનીના સભ્યો દ્વારા થયુ હતું.ઉપરાંત આગામી સમીટનું આયોજન પણ તેમના સહિયારા પ્રયત્નોથી થશે.ઉલ્લેખનીય છે કે સરસાણા ખાતે યોજાનાર GPBS-2022 દક્ષિણ ગુજરાતમાં અત્યાર સુધીનું સૌથી વધુ સેક્ટરને આવરી લેતું અને સૌથી વિશાળ જગ્યામાં આયોજિત થનાર પ્રથમ સૌથી વિશાળ એક્ઝિબિશન બની રહેશે.