ગોલ્ડન ગ્લોબ્સ એવોર્ડમાં અભિનેત્રી અન્યા ટેલર-જોયેરા ટિફનીની જ્વેલરી પહેરેલી જોવા મળી

303

ડાયમંડ ટાઈમ્સ

અમેરીકામાં જ્ન્મેલી અન્યા જોસેફિન મેરી ટેલર-જોય આર્જેન્ટિના-બ્રિટીશની વિખ્યાત અભિનેત્રી અને મોડેલ છે.નેટફ્લિક્સ પર પ્રસારીત થતી ક્વીન્સ ગેમ્બીટ સિરિયલની મુખ્ય અભિનેત્રી અન્યા ટેલર-જોયને શ્રેષ્ઠ અભિનેત્રીનો ગોલ્ડન ગ્લોબ એવોર્ડ્સ એવોર્ડ મળ્યો છે.ગોલ્ડન ગ્લોબ એવોર્ડ્સ સમારંભની વર્ચ્યુઅલ ઇવેન્ટ પ્રસંગે આ 24 વર્ષિય ગ્લેમરસ અભિનેત્રી જોયેરાએ તેમના સુંદર દેહ પર ટિફની એન્ડ કંપનીની હીરા જડીત આકર્ષક જ્વેલરી ધારણ કરી હતી.જેમા 250,000 ડોલરની કીંમતનું પ્લેટિનયમનું હીરા જડીત પેન્ડન્ટ,1.9 મિલિયન ડોલરની કીંમતનું પ્લેટિનયમનું હીરા જડીત એરિંગ્સ અને 160,000 ડોલરની કીંમતની પ્લેટિનયમની હીરા જડીત વીંટી ધારણ કરેલી જોવા મળી હતી.આ આભુષણોમાં જોયેરા ખુબ જ આકર્ષક અને સુંદર લાગતી હતી.