દીવાળીના તહેવારોમા સોનાના આભુષણોનો ધુમ કારોબાર થયો હતો.દિવાળી પહેલા પુષ્યનક્ષત્ર અને ધનતેરસ દરમિયાન ટન બંધ જ્વેલરીનું વેંચાણ થયુ છે.જેના પરથી કહી શકાય કે હજુ પણ રોકાણકારોનો સોનામાં વિશ્વાસ અકબંધ છે.
DIAMOND TIMES – દિવાળીના તહેવારો પછી સોનાની કિંમતમાં ઉછાળો જોવા મળ્યો છે.આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાની માગ વધતાં કિંમત પચાસ હજારને પાર થઈ ગઈ છે. બુલિયન ટ્રેડર્સનું કહેવું છે કે ભારતીય રૂપિયા સામે અમેરીકી ડોલરની મજબુતી સોનાની કિંમતમાં થયેલા વધારાનું મુખ્ય કારણ છે.આ ઉપરાંત આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાની માંગ વધતા તેના ભાવમાં આંશિક વધારો થતાં પણ સોનાની કિંમત વધી છે.
વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિવના આંકડા પ્રમાણે પાછલા કેટલાક મહીનાઓની તુલનાએ સ્થાનિક બજારોમાં સોનાનો ભાવ મજબૂત રહ્યો છે.સોનાની કિંમતમાં વધારો થયો હોવા છતાં પણ આગામી લગ્નસરાની સિઝન સારી રહેવાની જવેલર્સને અપેક્ષા છે.લાભ પાંચમના શુભ દીવસે પણ સોનાની સંતોષકારક ખરીદી થઈ હતી.ઉપરાંત લગ્નગાળો શરૂ થતા જ્વેલરી શો સ્ટોરમાં ગ્રાહકોનો ધસારો જોવા મળી રહ્યો છે.