દીલ્હી હિંસાના મુખ્ય આરોપી દીપ સિદ્ધુની ધરપકડ :જાહેર કર્યુ હતુ એક લાખનુ ઇનામ

104

26 જાન્યુઆરીના રોજ દિલ્હીમાં ખેડૂતોની ટ્રેક્ટર રેલી દરમિયાન લાલ કિલ્લા પર થયેલી હિંસાના મુખ્ય આરોપી દીપ સિદ્ધુની પોલીસે ધરપકડ કરી છે. લગભગ 15 દિવસ સુધી પોલીસને હાથતાળી આપીને ફરાર થયેલા દીપ સિદ્ધુને આજે દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે ઝડપી લીધો છે.પોલીસે તેના પર એક લાખ રૂપિયાનું ઈનામ પણ જાહેર કર્યું હતું. હાલ જો કે દીપ સિદ્ધુની ધરપકડ ક્યાંથી થઈ તે હજુ માહિતી મળી નથી.

26 જાન્યુઆરીના રોજ દિલ્હીમાં લાલ કિલ્લા સહીત અનેક સભા સ્થળોએ ભડકાઉ ભાષણ આપવા અને લોકોને ઉશ્કેરવાના આરોપમાં પોલિસે કેસ દાખલ કર્યો હતો. પોલીસે દીપ સિદ્ધુ સામે લૂક આઉટ નોટિસ પણ બહાર પાડી હતી.ઉપરાંત દીપ સિદ્ધુની માહીતિ અપનારને એક લાખ રૂપિયાનું ઈનામ આપવાની પણ જાહેરાત કરી હતી.

કોણ છે દીપ સિદ્ધુ ??

પોલિસે ધરપકડ કરેલા દીપ સિદ્ધુનો જન્મ 1984માં પંજાબના શ્રી મુક્તસર સાહિબ જિલ્લામાં એક જાટ શીખ પરિવારમાં થયો હતો. સિદ્ધુનો શરૂઆતનો અભ્યાસ પંજાબમાં થયો અને ત્યારબાદ તેણે લોમાં ગ્રેજ્યુએશન કર્યું. ત્યારબાદ કિંગફિશર મોડલ હંટ અને ગ્રેસિમ મિસ્ટર ઈન્ડિયા સ્પર્ધામાં ભાગ લીધો અને જીતીને મોડેલિંગમાં લાગી ગયો. જો કે મોડલિંગમાં સિદ્ધુને બહુ સફળતા મળી નહી અને તે પાછો લો ફિલ્ડમાં આવી ગયો.આ દરમિયાન સિદ્ધુએ બ્રિટિશ ફર્મ હેમન્ડ્સ સાથે કરતા વખતે ડિઝ્ની, સોની પિક્ચર્સ અને બાલાજી જેવા અનેક પ્રોડ્ક્શનનું કામ જોયુ. બાલાજી ટેલિફિલ્મ્સમાં લીગલ હેડ તરીકે કામ કરતા સિદ્ધુએ એક્ટિંગ કરિયર શરૂ કરી હતી. અને ત્યારબાદ પંજાબી ફિલ્મોમાં કામ કર્યું. તે પંજાબી ફિલ્મ ઈન્ડસ્ટ્રીનો જાણીતો ચહેરો બન્યો છે.