આર્મેનિયાની સરકાર અનામત ભંડોળમાથી કિંમતી ધાતુ અને રત્નોની હરાજી કરશે

83

DIAMOND TIMES – તાજેતરમાં રશિયાની સરકારી સંસ્થા ગોખરને તેમની પાસે રહેલા સરકારી અનામત ભંડોળ માથી રફ હીરાની હરાજી કરી જંગી રકમ મેળવી હતી. હવે આર્મેનિયાની સરકારે પણ રશિયાના પગલે ચાલવાનો નિર્ણય લીધો છે.એશિયા અને યુરોપ વચ્ચેના પર્વતીય કાકેશસ પ્રદેશમાં આવેલા અને ભૂતપૂર્વ સોવિયત પ્રજાસત્તાક દેશ આર્મેનિયાની સરકારે તેમના અનામત ભંડોળમાથી કિંમતી ધાતુ અને હીરા સહીતના રત્નોના વેંચાણ માટે મંજુરી આપી હોવાનો આર્મઇન્ફો ન્યૂઝ એજન્સીએ અહેવાલ પ્રસિધ્ધ કર્યો છે.

ગત તારીખ 24 સપ્ટેમ્બરના રોજ આર્મઇન્ફો ન્યૂઝ એજન્સી દ્વારા પ્રસિધ્ધ અહેવાલમાં ઉલ્લેખ કરાયો છે કે આર્મેનિયા પ્રજાસત્તાકની સરકારે આર્મેનિયાના નાણાં મંત્રાલયની દેખરેખ હેઠળ સરકારી ખજાનામાં સંગ્રહિત રફ અને પોલિશ્ડ હીરા  રંગીન રત્નો તેમજ કિંમતી ધાતુઓની હરાજી કરવાની મંજુરી આપી દીધી છે.મંજુરી મળતા જ નાણા મંત્રાલયે આ કીંમતિ ઝવેરાત અને રત્નોની હરાજી માટે તૈયારીઓ આરંભી દીધી છે.આ ઓકશન આગામી વર્ષ 2022ની આસપાસ યોજાય તેવો અંદાજ છે.

આ ઓક્શનમાં રફ અને પોલિશ્ડ હીરા,સોનું, એમરાલ્ડ અને કીંમતિ ઝવેરાતની ઓફર કરવામાં આવશે. જાન્યુઆરી – 2021સુધીમાં આર્મેનિયાની સરકારી તિજોરીમાં કિંમતી ધાતુ અને રત્નોની સ્વરૂપે અંદાજે 4.4 મિલિયન અમેરીકી ડોલરની અનામત છે.જે પૈકી 3 મિલિયન ડોલર જેટલી અનામતની હરાજી થવાની સંભાવનાઓ છે.