ન્યુયોર્કમાં ભરબપોરે 1.2 મિલિયન ડોલરના હીરા-ઝવેરાતની દીલધડક લુંટ

26

DIAMOND TIMES – ન્યૂયોર્કના 67 વર્ષીય મહીલા જ્વેલરની કારને લુંટારૂઓએ આંતરી બંદૂક બતાવી ભરબપોરે 1.2 મિલિયન ડોલરના હીરા-ઝવેરાતની દીલધડક લુંટ કરતા બનાવ અંગે ભારે સનસનાટી મચી ગઈ છે.

ન્યૂયોર્કમાં 47મી સ્ટ્રીટમાં બરોપાર્ક સ્થિત 14 અને 15 એવન્યુ વચ્ચે બ્રુકલિન નામના સ્થળે બપોરના સમયે બનેલી આ ઘટનામાં લુટારૂઓએ મહીલા જ્વેલર્સની કારને આંતરીને બંદુક બતાવી દાગીના ભરેલી બે થેલીઓ આંચકીને ભાગી જવાની ઘટના નજીકના સીસીટીવી ફૂટેજમાં કેદ થઈ છે.પીડિતા જે કારમા બેઠી હતી તેમા બે લુંટારૂઓ ડ્રાઇવર સાઈડનો કાચ ખોલીને કારમાં ઝૂકેલા હોવાનું સ્પષ્ટ જોઇ શકાય છે.ચોરાયેલા દાગીના મેનહટનના એક સ્ટોરના હોવાનું માનવામાં આવી રહ્યુ છે.ન્યૂયોર્ક પોલીસે આ લુંટની આ ઘટના અંગે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.