આર્ગાઈલના દુર્લભ ગુલાબી હીરા રેકોર્ડબ્રેક કીંમતે વેંચાયા

57

DIANOND TIMES – રિયો ટીન્ટો કંપનીની માલિકીની ઓસ્ટ્રેલિયા સ્થિત આર્ગાઈલ ખાણમાથી પ્રાપ્ત 70 દુર્લભ ગુલાબી અને લાલ હીરાના ઐતિહાસિક કલેક્શનને રિયો ટીન્ટો દ્વારા વેંચાણ માટે મુકવામાં આવ્યુ હતુ.’ધ જર્ની બિયોન્ડ-2021′ શીર્ષક ધરાવતા આ ટેન્ડમાં સામેલ દુર્લભ હીરા 38 વર્ષના ઈતિહાસમાં રેકોર્ડ બ્રેક કીંમતે વેંચાયા છે.

રિયોટિન્ટો મિનરલ્સના ચીફ એક્ઝિક્યુટિવ સિનેડ કોફમેને જણાવ્યું હતું કે અમે આ પરિણામોથી ખુબ ખુશ છીએ.જે આર્ગાઈલના ગુલાબી હીરાની સુંદરતા,દુર્લભતા અને અનન્ય ઉદ્ગગમ સ્થાનનું પ્રતિબિંબ પાડે છે.આ મુલ્યવાન હીરાની પશ્ચિમ ઓસ્ટ્રેલિયાની ખાણમાંથી વિશ્વના વિવિધ દેશો સુધીની સફરમાં સહભાગી દરેક લોકો માટે ગૌરવશાળી બાબત છે.તેમણે ઉમેર્યુ કે ‘ધ જર્ની બિયોન્ડ-2021’ સંગ્રહને ખરીદવા ઉત્સુક નવ દેશો 19 સફળ બિડરે બે આંકડાની કિંમત વૃદ્ધિ સાથે બોલી લગાવી હતી.

એક સંબંધિત નિવેદનમાં રિયો ટિન્ટોએ જાહેરાત કરી હતી કે આ અગાઉ આયોજીત થયેલા તેના બ્લુ મૂન સંગ્રહમાં સામેલ આર્ગાઈલના બ્લુ અને વાયોલેટ કલરના ફેન્સી રંગના ડાયમંડને હોંગકોંગની કુનમિંગ ડાયમંડ્સ દ્વારા ઉંચી કીંમત આપી ખરીદવામાં આવ્યુ હતુ.જે અંગે કુનમિંગ ડાયમંડ્સના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર હર્ષ મહેશ્વરીએ પ્રતિભાવ આપતા કહ્યુ કે અમે આર્ગાઈલનું બ્લુ મૂન સંગ્રહમાં સમાવિષ્ટ ફેન્સી કલરના હીરાને ખરીદવામાં સફળ રહ્યા એ અમારા માટે એક ઐતિહાસિક ક્ષણ છે.આર્ગાઈલના વારસાનો ભાગ બનવાનો અમો આનંદ અનુભવીએ છીએ.રિયોટીન્ટોની આઇકોનિક અને ઉદ્યોગ-વ્યાખ્યાયિત આર્ગાઈલ ખાણના અંતિમ ઉત્પાદન ઓસ્ટ્રેલિયન ખજાનાના સંરક્ષક બનવાની કદર કરીએ છીએ.