ગુજરાતીઓ માટે ગર્વની વાત : AWDCના ઉપપ્રમુખ પદ્દે આ ગુજરાતી યુવા જૈન વેપારીની નિમણૂંક

DIAMOND TIMES – ગાંધીજી ગુજરાતી , મોદીજી ગુજરાતી ,ગુજરાતીની બોલ…બાલા, કિંજલ દવેએ આ ગીતને સુર આપ્યો છે.આ ગીતની પંક્તિઓમાં સમગ્ર વિશ્વમાં ગુજરાતીઓનો વધી રહેલો દબદબો વ્યક્ત કરવામાં આવ્યો છે.

વિશ્વના અનેક મોટા દેશોની સરકારમાં અનેક મહત્વના હોદ્દાઓ પર પણ ગુજરાતીઓ બિરાજમાન છે. હવે હીરા ઉદ્યોગના કારોબારનું હબ ગણાતા બેલ્જીયમથી પણ દરેક ગુજરાતીને ગર્વ થાય તેવા સમાચાર આવ્યા છે.

વૈશ્વિક હીરા ઉદ્યોગના કારોબારનું હબ ગણાતા એન્ટવર્પ સ્થિત હીરા ઉદ્યોગની મહતવની સંસ્થા એન્ટવર્પ વર્લ્ડ ડાયમંડ સેન્ટર (AWDC) ના પ્રમુખ પદ્દે ડેવિડ ગોટલિબની નિમણૂંક કરવામાં આવી છે. જ્યારે યુવા જૈન ગુજરાતી વેપારી અમીશ જૈનના મજબુત ખંભા પર ઉપપ્રમુખ પદ્દની મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે.

અમીશ જૈન એન્ટવર્પની ખ્યાતનામ હીરાની કંપની એન.એન.ડાયમંડના માલિક 

AWDCના નવા વાઈસ પ્રેસિડેન્ટ તરીકે નિમણૂંક પામેલા વાઈસ પ્રેસિડેન્ટ અમીશ જૈન એન્ટવર્પની ખ્યાતનામ હીરાની કંપની એન.એન.ડાયમંડના માલિક છે. આ કંપની યુવા ઉદ્યોગપતિની કંપની છે.જેની સ્થાપના 1991 માં એન્ટવર્પ (બેલ્જિયમ) માં કરવામાં આવી હતી.

કંપનીનો મુખ્ય ધ્યેય ગુણવત્તા,સુસંગતતા,કાર્યક્ષમ ભાવો અને સેવાની ભાવના સાથે આત્મવિશ્વાસથી પ્રગતિ કરવાનું છે. કંપની તમામ પ્રકારના B2B ગ્રાહકોને એટલે કે જથ્થાબંધ,છૂટક વિક્રેતાઓ અને જ્વેલર્સને તેમની સેવાઓ પ્રદાન કરે છે.નોંધનિય છે કે યુવા ગુજરાતી હીરા ઉદ્યોગપતિ અમિશભાઈ જૈનની એનએન ડાયમંડ કંપનીની ઉત્પાદન એકમ જૈન ડાયમંડ ઈન્ડસ્ટ્રી (JDI), પ્રતિમા જેમ્સ અને જૈન જ્વેલ્સ એકમો મુંબઈમાં છે.

ડેવિડ ગોટલિબ એ થર્ડ જનરેશનના હીરા ઉદ્યોગપતિ છે.

ડેવિડ ગોટલિબ એ થર્ડ જનરેશનના હીરા ઉદ્યોગપતિ છે.જે એન્ટવર્પ સ્થિત અગ્રણી મિડસ્ટ્રીમ કંપનીઓમાંની એક I.D.R.P. સમૂહના માલિક છે. એન્ટવર્પ હીરા સમુદાયમાં વ્યાપકપણે આદરણીય એવા ગોટલિબ એન્ટવર્પ ડાયમંડ બુર્સના પ્રમુખ તરીકે અને AWDC બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં તેમની ભૂમિકામાં અન્ય લોકો વચ્ચે ટ્રેડ હબના હિતોની રક્ષા અને પ્રોત્સાહન માટે મજબૂત પ્રતિબદ્ધતા સાથે કામકરવા જાણીતા છે.

AWDCના પ્રમુખ ડેવિડ ગોટલિબે કહ્યું કે હું મારા સાથી બોર્ડ સભ્યોનો તેમના વિશ્વાસ બદલ આભાર માનું છું.હું ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ચાઈમ પ્લુઝેનિકનો પણ આભાર વ્યક્ત કરવા માંગુ છું, જેમણે એન્ટવર્પ હીરા ઉદ્યોગને તેના સૌથી પડકારજનક એપિસોડમાંથી માર્ગદર્શન આપવાનું મુશ્કેલ કાર્ય પોતાના પર લીધું હતુ.