સરકારે નિર્ધારીત કરેલા નજીકના ડિલિવરી સેન્ટરમાં ફિઝિકલ સોનાને જમા કરાવી તેને ઇલેક્ટ્રોનિક ગોલ્ડ રિસિપ્ટ (EGRs)માં ટ્રાન્સફર કરવાની તેમજ ઇલેક્ટ્રોનિક ગોલ્ડ રિસિપ્ટ (EGRs)ને ફિઝિકલ સોનામાં પરિવર્તિત કરવાની પણ સુવિધા ઉભી કરવામાં આવનાર છે.
DIAMOND TIMES – ગોલ્ડ સ્પોટ એક્સચેન્જ સ્થાપવાની નાણામંત્રીની જાહેરાત પછી BSE સોનાના ટ્રેડીંગ માટે આવશ્યક આધુનિક ટેકનોલોજીથી સજ્જ બન્યુ છે.નોંધનિય છે કે સોનાના ટ્રેડીંગ માટે ઇલેક્ટ્રોનિક ગોલ્ડ રિસિપ્ટ (ઇજીઆર)ને ઈશ્યુ કરવા અત્યંત આધુનિક ટેકનોલોજીની આવશ્યકતા રહે છે.BSE પ્લેટફોર્મ પર સોનાનું ટ્રેડીંગ શરૂ થતાની સાથે જ ભારતના દરેક રાજ્યો, શહેર કે ગામડાઓમાં પણ સોનાની એક સમાન કિંમત જળવાઈ રહેશે.
એક મીડીયા અહેવાલમાં BSEના અધિકારીઓએ જણાવ્યુ કે ઇલેક્ટ્રોનિક ગોલ્ડ રિસિપ્ટ (EGR)ને સિક્યોરિટીઝ તરીકે સૂચિત કરવામાં આવશે.વર્તમાન સમયે ભારતમાં ઉપલબ્ધ અન્ય સિક્યોરિટીઝની જેમ EGRs ટ્રેડિંગ, ક્લિયરિંગ અને સેટલમેન્ટ સુવિધાઓ ધરાવતી હશે. આ કામગીરી માટે બીએસઈ કાર્યક્ષમ સ્પોટ માર્કેટ માટે ઘણા લાંબા સમયથી યોગ્ય અને જરૂરી ટેકનોલોજી તૈયાર કરી રહ્યું છે.
વિવિધ બેંકો,વોલ્ટ્સ, જથ્થાબંધ વેપારીઓ,રિટેલર્સ,આયાતકારો, નિકાસકાર કંપનીઓ,રોકાણકારો સહિતના સહભાગીઓ આ ઇકોસિસ્ટમમાં આસાનીથી ટ્રેડીંગ કરી શકે એ માટે ટ્રેડીંગને ત્રણ તબક્કામાં વિભાજીત કરવામાં આવશે.જેમાં ફિઝિકલ સોનાનું EGRમાં રૂપાંતર,EGRનું ટ્રેડિંગ અને ફરીથી EGRનું ફિઝિકલ સોનામાં રૂપાંતરણના તબક્કા શામેલ છે.આ ઉપરાંત શેરની જેમ આ EGRsને ડીમેટ સ્વરૂપે રાખવામાં આવશે.જેને ફિઝિકલ સોનામાં પણ રૂપાંતરિત કરી શકાય તેવી સુવિધાઓ સામલે હશે.
સોનાના કારોબાર સાથે સંકળાયેલા માટે 1 કિલો અને 100 ગ્રામ EGR દ્વારા તેને ફિઝિકલ સોનામાં રૂપાંતરિત કરવાની તેમજ રિટેલ રોકાણકારોને આકર્ષવા 50 ગ્રામ, 10 ગ્રામ અને 5 ગ્રામના નાના EGR વોલ્યુમને ફિઝિકલ સોનામાં પરિવર્તિત કરવાની BSEની યોજના છે.