અંગોલાએ 56 મિલિયન ડોલરના રફ હીરાની હરાજી કરી

794
અંગોલાની રાષ્ટ્રીય ડાયમંડ કંપનીએ 56 મિલિયન ડોલરના રફ હીરાની હરાજી કરી છે.ઉલ્લેખનિય છે કે અંગોલાના ઇતિહાસમાં અત્યારસુધીની આ આ ત્રીજી મોટી રફ હીરાની હરાજી છે.

DIAMOND TIMES- અંગોલા સ્થિત ઉઆરી, લ્યુલો, કેટોકા અને લ્યુએક્સ ક્ષેત્રમાં આવેલી લ્યુએલ કિમ્બર્લાઇટ સહીત અન્ય ખાણોમાથી ઉત્પાદીત ખાસ ગુણવત્તા ધરાવતા રફ હીરાની હરાજી કરવામાં આવી હતી.જેમા વિશ્વની પચાસ મોટી ડાયમંડ કંપનીઓએ ઓનલાઇન બોલી લગાવી હતી. વર્ષ 1999 થી અંગોલાની ખાણમાથી ઉત્પાદીત થતા રફ હીરાના વેંચાણ અને માર્કેટીંગની જવાબદારી લુવાન્ડા સ્થિત સોડિયમ નામની કંપની સંભાળે છે.સોડીયમ કંપની દ્વારા આયોજીત રફ હીરાની હરાજીમાં રફ હીરા ખરીદવા માટે ઓનલાઈન બોલી લગાવવાની અંતિમ તારીખ 23- જૂન નિર્ધારીત કરવામાં આવી હતી.

વિશ્વનો છઠ્ઠો સૌથી મોટો રફ હીરા ઉત્પાદક દેશ રિપબ્લિક ઓફ અંગોલા દક્ષિણ આફ્રિકાના પશ્ચિમ કાંઠે સ્થિત છે. અંગોલાની ધરતીમાં હીરા ઉપરાંત વિશાળ ખનિજ અને પેટ્રોલિયમ ભંડાર પણ આવેલા છે. વિશ્વના અન્ય દેશોની જેમ અંગોલાના અર્થતંત્રને પણ કોરોના મહામારીની નકારાત્મક અસર થઈ હતી.પરંતુ કોરોના મહામારી નિયત્રંણમાં આવી જતા વૈશ્વિક હીરા-ઝવેરાત ઉદ્યોગે ઝડપી રેકવરી કરી લીધી છે.પરિણામે વર્તમાન સમયે રફ હીરાની માંગ અને કીંમતો મજબુત બની છે.જેને અનુલક્ષીને મોટાભાગના રફ ઉત્પાદક દેશો વર્તમાન તેજીનો લાભ લઈને રફ હીરાના ડેડ સ્ટોકનો નિકાલ કરવાની બિઝનેસ નીતી અપનાવી રહ્યા છે.જેમા અંગોલા પણ સામેલ હોવાનું બજારના તજજ્ઞોનું કહેવુ છે.