અહેવાલ : બાલક્રિષ્ણ પરસાણા – અંગોલા સરકારની માલીકીની રાષ્ટ્રીય હીરા કંપની સોડિયમ ડાયમંડ કંપનીના અહેવાલ મુજબ બે સપ્તાહના ઓનલાઈન ટેન્ડરમાં 19.5 19.5 મિલિયન ડોલરના રફ હીરાનું ઓનલાઈન ટેન્ડરમાં વેંચાણ કર્યુ છે.
બે સપ્તાહ સુધી ચાલેલા આ રફ હીરાના ઓનલાઈન ટેન્ડરમાં અંગોલાની કેટોકા અને લુલો ખાણોમાંથી કુલ 1013 કેરેટ રફ હીરા સામેલ હતા.જેમા ખાસ પ્રકારના અને ઉત્તમ ગુણવત્તા ધરાવતા 21 વિશિષ્ટ અને બે ગુલાબી હીરાના વૈવિધ્ય સભર પેકેજનો સમાવેશ થયો હતો.ઉલ્લેખનિય છે કે અંગોલા સરકારની માલીકીની રાષ્ટ્રીય હીરા કંપની સોડિયમ ડાયમંડ કંપની દ્વારા આ વર્ષમા આયોજીત આ ચોથું ટેન્ડર હતું.જેમા ભારત સહીત દેશ-વિદેશની કુલ 29 કંપનીઓએ ભાગ લીધો હતો.સોડિયમ ડાયમંડ કંપનીએ ગત જૂન મહીનામાં આયોજીત કરેલા ટેન્ડરમાં 56.6 મિલિયન ડોલરની કીંમતના રફ હીરાનું રેકોર્ડ બ્રેક વેંચાણ થયુ હતુ.
ભારતમાથી રફ હીરાની ઓનલાઈન ખરીદી વધીને ડબલ થઈ : નિલેશ બોડકી
હીરા ઉદ્યોગકાર નિલેશ બોડકીએ કહ્યુ કે આફ્રિકા સહિતના દેશોમાં કોરોનાની દહેશતના પગલે સુરતના હીરા ઉદ્યોગકારો દ્વારા રફ હીરાની ઓનલાઈન ખરીદી વધીને ડબલ થઈ છે.સામાન્ય દીવસોમાં 10 થી 20 ટકા રહેતી ઓનલાઈન ખરીદીનો આંક 40 ટકા થયો છે.દીવાળીના વેકેશન પછી હીરા ઉદ્યોગ ફરીથી ધમધમતો થયો છે.યુરોપ-અમેરિકા અને ચીન સહિતના દેશોની વૈશ્વિક માંગના પગલે હીરા ઉદ્યોગમાં તેજી બરકરાર છે.બીજી તરફ સુરતનો હીરા ઉદ્યોગ રફ હીરાના પુરવઠાની તંગીનો સામનો કરી રહ્યો છે.આવી સ્થિતિ વચ્ચે રફ હીરાની પણ માંગ વધતા ઓનલાઈન રફના કારોબારને ગતિ મળી હોવાનું હીરા ઉદ્યોગકાર નિલેશ બોડકીએ જણાવ્યુ હતુ.