DIAMOND TIMES – તાજેતરમાં અંગોલાના મુખ્ય શહેર સૌરિમો ખાતે આયોજીત અંગોલા ઇન્ટરનેશનલ ડાયમંડ કોન્ફરન્સ (AIDC) ને સંબોધતા અંગોલાના ખનિજ સંસાધન અને પેટ્રોલિયમ મંત્રી ડાયમેન્ટિનો એઝેવેડોએ કહ્યુ કે દેશ માં ઉત્પાદીત રફ હીરાની થતી કુલ નિકાસ પૈકી 20 ટકા રફ હીરાને અંગોલામા જ પોલિશ્ડ કરવાની સરકારની યોજના ધરાવે છે.આ યોજના પાછળ સરકારનો ઉદેશ્ય યુવાઓને રોજગારી પુરી પાડવાનો,દેશનો વિકાસ કરવાનો તેમજ કુદરતી સાધનોના મૂલ્યોમાં વધારો કરવાનો છે.
ડાયમેન્ટિનો એઝેવેડોએ કોન્ફરન્સમાં ઉપસ્થિત ખાણ કંપનીઓના વડાઓ તેમજ હીરાના અગ્રણી કારોબારીઓને અપીલ કરતા તેમણે કહ્યુ કે તમામ મુશ્કેલીઓમાંથી બહાર નીકળવા ફરિયાદ કરવાને બદલે આપણે સહુએ સાથે મળીને કામ કરવાની જરૂર છે.અંગોલામાં કટિંગ અને પોલોશિંગ ક્ષેત્ર માટે ઉજ્જવળ તક છે.અંગોલામા ઉત્પાદીત થતા રફ હીરાની ખરીદીમા જે કંપનીઓ રસ દાખવે છે,તેની મદદથી દેશમાં એક સકારાત્મક વાતાવરણ ઉભુ કરી કટિંગ અને પોલોશિંગ ક્ષેત્રનો વિકાસ કરવાનો મજબુત વિકલ્પ છે.કટિંગ અને પોલિશિંગ ક્ષેત્રના વિકાસની યોજનાને ઝડપથી સાકાર કરવા ગત સપ્ટેમ્બરમાં સરકારે સૌરિમો ખાતે 77 મિલિયન ડોલર ના ખર્ચે 26 પોલિશિંગ ફેક્ટરીઓની ક્ષમતા ધરાવતુ નવું ડાયમંડ હબ શરુ કર્યું છે.જેમા ચાર નવી ડાયમંડ કટિંગ ફેક્ટરી શરૂ થતા દેશમાં હીરાના કારખાનાની કુલ સંખ્યા આઠ પર પહોંચી છે.