DIAMOND TIMES- અંગોલાની નેશનલ ડાયમંડ માર્કેટિંગ કંપની (SODIAM) દ્વારા આજરોજ 15 થી 30 નવેમ્બર દરમિયાન રફની ઓનલાઈન હરાજી યોજવાનો નિર્ણય લીધો હોવાના અખબારી અહેવાલ છે.આ હરાજીમાં અંદાજીત 20 મિલિયન ડોલરની કીંમતના રફ હીરાની ઓફર કરવામાં આવી છે.આ નવીનતમ ટેન્ડરમાં બે ગુલાબી હીરા સહીત લુલો ખાણમાંથી ઉત્પાદીત અન્ય છ જેટલા અસાધારણ સિંગલ હીરાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
ડેમોક્રેટિક રિપબ્લિક ઑફ કોંગોએ ગત વર્ષ 2020માં 1 બિલિયન ડોલરની કીંમતની કુલ 7.7 મિલિયન કેરેટની નિકાસ કરી હતી.પરિણામે તેને મૂલ્યની દૃષ્ટિએ વિશ્વના ત્રીજો સૌથી મોટો રફ હીરા ઉત્પાદક દેશમા સ્થાન મળ્યુ હતુ.ગત જુન મહીનામાં અંગોલા દ્વારા રફ હીરાની હરાજી યોજવામા આવી હતી.જેમા તેમણે 56.6 મિલિયન ડોલર એકત્ર કર્યા હતા.2018માં અંગોલાએ રફ ટ્રેડિંગ પોલિસીમાં સુધારાઓ કર્યા હતા.જે મુજન અંગોલાએ મર્યાદીત કંપનીઓને જ રફ હીરાના વેંચાણ માટે પરમિશન આપી હતી.