ચાર હજાર હીરા ઉદ્યોગકારો પર વિના વાંકે પ્રતિદિન પાંચ કરોડનો વ્યાજ બોજ

778

રિઝર્વ બેન્કના પોર્ટલ પર બિલ ઓફ એન્ટ્રી માટે ઉભી થયેલી ખામીને તાત્કાલિક નિવારવા જીજેઈપીસીની રિઝર્વ બેન્કના અધિકારીઓને રજૂઆત 

DIAMOND TIMES -હીરા ઉદ્યોગમાં પાડાના વાંકે પખાલીને ડામ મળે તેવી ઘટના સામે આવી છે.સુરત-મુંબઈના ચાર હજાર હીરા વેપારીઓની બિલ ઓફ એન્ટ્રી ન થતાં બેન્કની મુશ્કેલી વધી છે.કારણ કે હીરા વેપારીઓ પેમેન્ટ છૂટા કરવા  બેન્ક પર દબાણ કરી રહ્યા છે.ઉલ્લેખનિય બાબત તો એ છે કે જો 90 દિવસમાં એન્ટ્રી અપલોડ નહીં થાય તો દંડનો ભોગ બનવાની પણ નોબત આવી શકે છે.

રફ હીરાની આયાત કરતી હીરાની કંપનીએ રફની ઈમ્પોર્ટ કર્યા બાદ રિઝર્વ બેન્કના પોર્ટલ પર બિલ ઓફ એન્ટ્રી કરવા ની હોય છે.પરંતુ ટેક્નિકલ ખામીને કારણે એન્ટ્રી નહી પડતા પાછલા 35 થી 40 દીવસથી ચાર હજારથી વધુ કંપનીઓ ની તકલીફમાં વધારો થયો છે.આ હીરાની કંપનીઓએ રફ હીરાની ખરીદી પેટેના 500 કરોડથી વધુના પેમેન્ટ અટવાયા છે.વળી આ કંપનીઓને વિના વાંકે રૂપિયા 200 કરોડથી પણ વધુ વ્યાજ ચુકવવાનો વારો આવ્યો છે.

હીરાની કંપનીઓ પર પ્રતિદીન કરોડોના વ્યાજનું ભારણ વધતું હોય હીરાની કંપનીઓ બેન્કો પર પેમેન્ટ છૂટું કરવા દબાણ લાવી રહી છે.હીરા ઉદ્યોગકારોનું કહેવુ છે કે અમારા બેન્ક ખાતામાં રકમ હોવા છતાં જેની પાસેથી રફ ખરીદી છે તે વિદેશી કંપનીઓને પેમેન્ટ કરી શકતા નથી.પરિણામે વ્યાજના બોજની સાથે અમારી ક્રેડીટને પણ અસર થતા બેવડો ફટકો પડ્યો છે.