પન્નાના એક શ્રમિકને 13 કેરેટનો રફ હીરો મળી આવ્યો

15

DIAMOND TIMES –દેનેવાલા જબ ભી દેતા,દેતા છપ્પર ફાડકે,જ્યારે કોઇ વ્યક્તિને અચાનક જ ધનલાભ પ્રાપ્ત થાય ત્યારે આપણે આ વાક્ય બોલતા હોઇએ છીએ.મધ્ય પ્રદેશના પન્ના વિસ્તારના એક ખેત મજુરના કેસમાં પણ આ યુક્તિ બરાબર લાગુ પડી છે.પન્નામાં રહેતા અને હીરા ખનનના કાર્ય સાથે સંકળાયેલા આદિજાતિના શ્રમિક મુલાયમ સિંહને બુદેલખંડના કલ્યાણપુર વિસ્તારમાંથી ગત તારીખ 8 ડીસેમ્બરના રોજ એક 13 કેરેટનો રફ ડાયમંડ મળી આવ્યો છે.આ રફ હીરાની કિંમત અંદાજે 60 લાખ રૂપિયા અંદાજવામાં આવી રહી છે.

વર્તમાન સમયે ભારતમાં એક માત્ર મધ્ય પ્રદેશના બુંદેલખંડ,પન્ના નજીકના આસપાસના વિસ્તારોમાથી જ રફ હીરા મળી આવે છે.ઓસ્ટ્રેલિયાની કંપની રિયો ટીંટોએ આ વિસ્તારમાં હીરાના ખાણકામ માટે ભારત સરકાર પાસેથી પરવાનગી મેળવી હતી.પરંતુ પર્યાવરણ જાળવણી અને અહીના ભુગર્ભમાં યોગ્ય ગુણવત્તા ધરાવતા પર્યાપ્ત રફ હીરાના પુરવઠાની ઓછી સંભાવના સહીતના કેટલાક નકારાત્મક કારણોસર રિયોટીન્ટોને આ પ્રોજેક્ટને અધવચ્ચે જ છોદી દેવાની ફરજ પડી હતી.હવે આ વિસ્તારમાં કોમર્શિયલ ધોરણે રફ હીરા ખનની મોટાપાયે કામગીરી ચાલવાના બદલે ખેતમજુરો દ્વારા રફ હીરા શોધવાની પરંપરાગત કામગીરી ચાલી રહી છે.

અહીયા અનેક શ્રમિકો નાના પ્લોટ ભાડે રાખી હીરા શોધવાની કામગીરી કરી રહ્યાં છે.આવી કામગીરી સાથે સંકળાયેલા શ્રમિક મુલાયમ સિંહને બુદેલખંડના કલ્યાણપુર વિસ્તારથી આ મુલ્યવાન રફ હીરો મળી આવ્યો છે.મુલાયમ સિંહની જેમ નાના પ્લોટમાં રફ હીરા શોધવાની કામગીરી કરતા અન્ય શ્રમિકોને પણ અલગ અલગ વજનના 6 હીરા મળી આવ્યા છે.

ડાયમંડ ઓફિસર અનુપમ સિંહે હીરાની કિંમત અને વજન અંગે ખુલાસો કરતાં કહ્યુ કે આ રફ હીરા ક્રિષ્ના કલ્યાણપુર વિભાગમાં મળી આવ્યા છે.આ 6 રફ હીરા પૈકી બે રફ હીરા અનુક્રમે 6 કેરેટ અને 4 કેરેટ વજનના છે.જયારે અન્ય હીરાનું વજન 43,37 અને 74 સેન્ટ છે.આ હીરાની સાચી કિંમત તો ઓકશનમાં જ જાણી શકાય તેમ છે.પરંતુ હાલમાં અ તમામ હીરાઓની કીંમત રૂપિયા 1 કરોડથી પણ વધુ અંદાજવામાં આવી છે.

બીજી તરફ મુલાયમ સિંહ સમગ્ર જીવન મજુરી કરીને પણ ન કમાઈ શકતે તે બધુ તેને કિસ્મતના તાળાં ખૂલવાથી એક જ વારમાં મળી ગયું છે.આ મૂલ્યવાન રફ હીરા મળી આવતા ઉત્સાહિત થતા મુલાયમ સિંહે કહ્યુ કે રફ હીરાના વેંચાણ થકી મળનારા નાણા તે બાળકોના અભ્યાસ પાછળ ખર્ચ કરશે.