માન્ચેસ્ટરના વૃદ્ધ જ્વેલર્સ દંપતીએ હિંમતપૂર્વક લૂંટારૂનો સામનો કરી લૂંટ નિષ્ફળ બનાવી

41

DIAMOND TIMES : ઇંગ્લેન્ડના માન્ચેસ્ટરમાં એક વૃદ્ધ જ્વેલર્સ દંપતીએ બહાદુરીપૂર્વક લૂંટારૂઓનો સામનો કર્યો અને લૂંટ નિષ્ફળ બનાવી હતી. માન્ચેસ્ટરમાં જ્વેલરી સ્ટોર ચલાવતાં 78 વર્ષીય માલ્કમ એબેલ્સન અને તેમની 73 વર્ષીય પત્ની એલિસે હેમરથી સજ્જ એક લૂંટારૂને તેમના સ્ટોરમાંથી માલસામાનની ચોરી કરતા જોયો હતો. દંપતિએ લૂંટારૂનો સામનો કરીને આ લૂંટ નિષ્ફળ બનાવી હતી.

જ્વેલર્સે આ લૂંટના પ્રયાસ વિશે કહ્યું કે, લૂંટારૂને તેની ગર્લફ્રેન્ડ માટે નેકલેસ અને ત્રણ હીરાના બ્રેસલેટ ખરીદવામાં રસ હતો પરંતુ તેણે શ્રીમતી એબેલ્સન પાસેથી તે વસ્તુઓ છીનવી લીધી અને ભાગવાનો પ્રયાસ કર્યો. તેમણે કહ્યું કે, ઘટના બાદ મારા પતિએ ચીસો પાડવાનું શરૂ કર્યું અને મેં પેનીક એલાર્મ ચાલુ કરી દીધો હતો. લૂંટારૂએ હથોડી બહાર કાઢી અને મેં બૂમ પાડી ‘પોલીસ આવી રહી છે’. માલ્કમ તેની સાથે લડી રહ્યો હતો અને હું તેને લાત મારી રહી હતી.

આ ઘટના એક LinkedIn પોસ્ટમાં તેમના પુત્ર રિચાર્ડ એબેલ્સને પોસ્ટ કરી છે. તેમણે લખ્યું કે, મારા પપ્પાને એવું લાગતું હતું કે, હથોડી લઇને ચાલતા આ ચોર સામે લડવામાં કોઈ ડર નથી અને તેમણે પોતાનો જ નહીં તો તેમની પત્ની અને અમારા 125 વર્ષીય એબેલ્સનનો બચાવ જે રીતે કર્યો તેના પર અમને વધુ ગર્વ છે. આ અમારો વર્ષો જૂનો કૌટુંબિક વ્યવસાય છે. જ્યારે હું મારા 70 ના દાયકામાં હોઇશ ત્યારે તેમના કરતાં અડધી હિંમત હું રાખી શકીશ એવી મને આશા છે!”

આ પારિવારિક વ્યવસાય, એબેલ્સન્સ, માલ્કમના દાદા દ્વારા 1895માં સ્થાપવામાં આવ્યો હતો અને દંપતી આ સ્ટોરને 50 વર્ષથી એક સાથે ચલાવી રહ્યા છે.