DIAMOND TIMES: અગ્રણી ઓક્શન હાઉસ ક્રિસ્ટીઝ દ્વારા પેરિસમાં વિન્ટેજ જ્વેલરીનું ઓક્શન યોજવાની જાહેરાત કરવામાં આવી છે.અહેવાલ મુજબ જીન ફૌક્વેટ દ્વારા વર્ષ 1925માં તૈયાર કરવામાં આવેલ હીરા જડીત નેકલેસ ક્રિસ્ટીઝના ફ્રેન્ચ એકમ દ્વારા ઓનલાઇન વેચાણમાં મુકવામાં આવનાર વિંટેજ જ્વેલરીમાં મુખ્ય હશે.આગામી 21 જુનથી 5 જુલાઇ દરમિયાન આયોજીત થનાર આ ઓકશનમાં મુકવામાં આવનાર હીરા જડીત નેકલેસના અંદાજીત 550000 અમેરીકી ડોલર મળવાની ધારણા છે.ઉલ્લેખનિય છે કે 19 થી 20મી સદીની વચ્ચે આ સફેદ સોના અને ચાંદીથી તૈયાર થયેલો આ નેકલેસ ફ્રેન્ચ યુનિયન ફેન્સી આર્ટિસ્ટ્સની કલાત્મક ચળવળથી પ્રભાવિત ઘરેણાંનું એક ઉદાહરણ છે.
આ ઉપરાંત આ હરાજીમાં વેચવા માટે ૧૭.૪૭-કેરેટ બાઉચરોન એન્ટિક કટ હીરાનો સમાવેશ કરવામાં આવશે,જેની ૬૭૩,૪૦૭ અમેરીકી ડોલર પ્રિસ્કેલ વેલ્યુએશન હશે ક્રિસ્ટીએ જણાવ્યું હતું કે ૭.83-કેરેટના હીરા પેન્ડન્ટ પઅણ ખરીદદારોનું ધ્યાન આકર્ષિત કરી રહ્યુ છે.તેની ૧૯૫૮૭૮ અમેરીકી ડોલર કીંમત મળવાની ધારણા છે.વધુમાં અંદાજીત 61,233 અમેરીકી ડોલરની કીંમત ધરાવતા લાલીકનો ડ્રેગન ફ્લાય બ્રોચ પણ એક અગ્રણી લોટ છે.કોલમ્બિયન એમરાલ્ડ અને હીરા જડીત કાર્ટિયરે સેટ કરેલું જબોટ પિન આર્ટ ડેકો દાગીના પણ આનું ઉત્તમ ઉદાહરણ છે.જેની પ્રાઈઝ ૪૯,૦૦૨ અમેરીકી ડોલર છે.ફ્રેન્ચ જ્વેલરી ડિપાર્ટમેન્ટ દ્વારા ૨૭૦થી વધુ લોટની ઓનલાઇન એક્સેસ પૂરા પાડતી વેન ક્લીફ અને આર્પેલ્સ, કાર્ટીઅર અને બલ્ગારી સહીતની લકઝરી બ્રાન્ડના વિન્ટેજ ટુકડાઓ પણ વેચાણની ઇનફેરમાં શામેલ છે.
કંપનીએ જણાવ્યું હતું કે વર્ષ 2019 માં આ ઐતિહાસિક અને કાવ્યાત્મક ઝવેરાતમાં ખરીદદારોએ ભારે રસ દાખવી ચુક્યા છે.જેમા ૮૮,૭૮૧ અમેરીકી ડોલરની કીંમતનો ડ્રેગન ફ્લાય સાથેનો ગળાનો હારનો સમાવેશ થાય છે.આ આભુષણ તેના પ્રારંભિક અંદાજથી ત્રણ ગણી વધુ કીમંતે વેંચાયો હતો.આ ઉપરાંત ૧૧૪,૪૯૭ અમેરીકી ડોલરની કીંમતે એક ભવ્ય ગૌસેટ ઘડિયાળનું પણ વેંચાણ કરવામાં આવ્યુ હતુ.