દક્ષિણ આફ્રિકામાં રફ ડાયમંડ સાથે નામીબિયાના એક શખ્સની એન્ટી ગેંગ યુનિટે ધરપકડ કરી

DIAMOND TIMES : નામીબિયાના એક નાગરિકને દ. આફ્રિકાની વર્સેસ્ટર મેજિસ્ટ્રેટની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. આ નાગરિક પાસે મોટી માત્રામાં રફ ડાયમંડ મળી આવ્યા હતા.

અહેવાલ મુજબ એક ગુપ્ત બાતમી બાદ આ ગુનેગારને એન્ટી-ગેંગ યુનિટના સભ્યોએ પકડી પાડ્યા હતો. સ્થાનિક પોલીસના પ્રવક્તા સાર્જન્ટ વેસ્લિએ કહ્યું હતું કે, એન્ટી ગેંગ યુનિટને એક લાલ ટોયોટા કોરોલા વિશે બાતમી મળી હતી જેમાં એક વ્યક્તિ પાસે રફ હીરા હતા. આ મળેલી બાતમીના આધારે વાહનો અને તેમાં જનારા લોકોની ચેકિંગ કરવામાં આવી હતી. આ દરમિયાન એક કારમાંથી એક નામિબિયન નાગરિક પાસેથી છ રફ હીરા મળી આવ્યા હતા.

આ રફ હીરાનું મૂલ્ય જાણી શકાયું નથી. સાથે જ એ પણ સ્પષ્ટ કરી શકાયું નથી કે આ હીરા નામીબિયાથી તસ્કરી કરીને લાવવામાં આવ્યા હતા કે દ. આફ્રિકાની કોઇ ખાણમાંથી ગેરકાયદેસર રીતે મેળવવામાં આવ્યા હતા. પોલીસે આ બાબતે તપાસ શરૂ કરી છે.