વર્તમાન સમયે અમેરીકાનું જ્વેલરી માર્કેટ કરી રહ્યુ છે સર્વશ્રેષ્ઠ પ્રદર્શન

666

DIAMOND TIMES- અમેરીકામાં હાઈ કન્ઝ્યુમર કોન્ફીડન્સ વચ્ચે પોલિશ્ડ હીરા અને ઝવેરાતની માંગ જળવાઈ રહી છે. અમેરીકન માર્કેટમાં સારી માંગ અને સપ્લાયની તંગી વચ્ચે પોલિશ્ડ હીરાની કીંમતોમાં પણ વૃદ્ધિ જોવા મળી છે. રફ કંપની એલોરોઝા ડીબીઅર્સએ જૂનની સાઈટમાં રફ હીરાની કીંમતો વધારતા પોલિશ્ડ હીરાના ભાવને ટેકો મળ્યો છે. આગામી વેકેશન અને લગ્નગાળાની સિઝનને લઈને કારોબારીઓ ખુબ જ આશાવાદી છે. જો કે મોટાભાગના ડીલર્સ વર્તમાન સ્તરે પોલિશ્ડની ખરીદી વિશે સાવચેત જણાય રહ્યા છે. વિદેશી પર્યટકોના અભાવથી હોંગકોંગની રિટેલ આવક માં ઘટાડો થયો છે.

ફેન્સી હીરાનું બજાર : ફેન્સી હીરાનુ માર્કેટ મજબૂત છે. માલની અછત વચ્ચે ફેન્સીની સતત વધતી જતી માંગથી મોટા ભાગનાં કદ અને કેટેગરીની હીરાની કિંમતો મજબૂત છે. ફેન્સી હીરા જડીત સગાઈ રીંગનું વેચાણમાં સત વધારો થઈ રહ્યો છે.જેના પગલે ઓવલ કટ, પિયર્સ, એમરાલ્ડ, પ્રિન્સેસ, લોંગ રેડિઅન્ટ્સ અને માર્ક્વિઝિસના ઓર્ડરમાં વધારો થયો છે. ઓવલ કટ અને કુશન કટ વચ્ચેની કીંમતોમાં તફાવત ઘટ્યો છે.મોટાભાગના કારોબારીઓ આગામી સમયમાં હજુ પણ હીરાની કીંમતોમાં મજબુતાઈ થવાનું નિરીક્ષણ કરે છે.

અમેરીકાના બજારો : અમેરીકામાં અમેરીકામાં હાઈ કન્ઝ્યુમર કોન્ફીડન્સ વચ્ચે પોલિશ્ડ હીરા અને ઝવેરાતની માંગ જળવાઈ રહી છે.હીરાની સ્થિર માંગ વચ્ચે બજારનું વલણ અત્યંત સકારાત્મક છે.જે સપ્લાયર્સ પાસે તૈયાર હીરાનો સ્ટોક છે તેઓ વધુ મજબૂત સ્થિતિમાં છે. બીજી તરફ ડીલરો સ્પર્ધાત્મક ભાવે યોગ્ય માલ શોધવા માટે સંઘર્ષ કરી રહ્યા છે.અમેરીકામાં જુલાઈની સિઝનલ મંદીના કારણે તૈયાર હીરાની માંગમાં ઘટાડો થવાની કેટલાક કારોબારીઓને ચિંતા છે.જો કે ત્યાર પચીના મહીનાઓમાં ફરીથી તૈયાર હીરાની નક્કર માંગ નિકળવાનો પણ વિશ્વાસ અને અપેક્ષા રાખે છે.વર્તમાન સમયે અમેરીકાનું જ્વેલરી માર્કેટનું પ્રદર્શન સર્વશ્રેષ્ઠ છે.

બેલ્જિયમના હીરા બજારો : બેલ્જીયમમાં રફ માર્કેટની સમાંતર પોલિશ્ડ ટ્રેડિંગ પણ મજબૂત બન્યુ છે.અમેરીકા અને ચીનાની બજાર માંગ પર કારોબારીઓએ ધ્યાન કેન્દ્રીત કર્યુ છે.રફ માંગ મજબૂત બનતા રફ હીરાના ટેન્ડરમાં કારોબારીઓ ઉંચી બોલી લગાવી રહ્યા છે.

ઇઝરાયેલના હીરા બજારો : સપ્લાયર્સ અમેરીકાની માર્ગ પુર્ણ કરવા મહેનત કરી રહ્યા છે.1 થી 3 કેરેટના હીરાની ખુબ સારી ડીમાન્ડ છે. ડીલર્સને પોલિશ્ડ હીરાના સતત વધતા ભાવોની ચિંતા સતાવી રહી છે.પરંતુ બીજી તરફ ગ્રાહકોની માંગ સંતોષવા માલની ખરીદી કરવાનો અને સ્ટોક જાળવી રાખવાની જરૂરીયાત ઉભી થઈ છે.રફની શોર્ટેજની સમસ્યા મોટો અવરોધ ઉભો કરી રહી છે.

ભારતના હીરા બજાર : સુરત અને મુંબઈના લોકલ માર્કેટામાં સેન્ટિમેન્ટ સકારાત્મક છે. અમેરીકા અને હોંગકોંગના બજારો તરફથી તૈયાર હીરાની માંગ સ્થિર છે. 1 કેરેટના હીરામાં કારોબાર મજબૂત છે.રત્નકલાકારો પરત ફરતાં તૈયાર હીરાનું ઉત્પાદનમાં વધ્યુ છે.પરંતુ રફ હીરાની કીંમતમાં થયેલા વધારાથી મેન્યુફેકચરર્સ મુશ્કેલી અનુભવી રહ્યા છે. આવી સ્થિતિ વચ્ચે તૈયાર હીરાની અછતના કારણે તેની કીંમતો મજબુત રહેતા હાલ તો કારખાનેદારો રાહત અનુભવી રહ્યા છે.

હોંગકોંગ : કોરોના મહામારી પર નિયંત્રણ આવી જતા ચીન અને હોંગકોંગ વચ્ચે મુસાફરી પર લાદવામાં આવેલો પ્રતિબંધ હટી જવાની અપેક્ષાએ હોંગકોંગ સ્થિત હીરા વેપારીઓના આત્મવિશ્વાસમાં વધારો થયો છે. ભારતમાથી તૈયાર હીરાનો મર્યાદિત પુરવઠો આવતો હોવાના કારણે પોલિશ્ડના ભાવ મક્કમ છે.રાઉન્ડમાં 1 થી 1.50 કેરેટની કેટેગરીમાં G-K, VVS-SI1ની રેન્જમાં ખરીદદારો ડિસ્કાઉન્ટ માંગી રહ્યા છે.ચીનના જ્વેલરી માર્કેટે લોઅર બજેટના રત્નો અને મોતીની ખરીદી પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે.