અમેરિકન સિંગર ફ્રેન્ક ઓશને ગોલ્ડ અને ડાયમંડ જ્વેલરીનું નવું કલેક્શન લોન્ચ કર્યુ

28

DIAMOND TIMES : અમેરિકન સિંગર અને ગીતકાર ફ્રેન્ક ઓશનની લક્ઝરી બ્રાન્ડ હોમરે પેન્ડન્ટ્સ, ઇયરિંગ્સ, કીચેન અને XXXL એચ-બોન રિંગ, 18-કેરેટ ગોલ્ડ કોક રિંગ, હીરા જડેલી એક્સેસરીઝનું નવું જોરદાર કલેક્શન લોન્ચ કર્યુ છે. આ કલેક્શનમાં જ્વેલરીની કિંમતો 310 ડોલર (સિલ્વર A-OK કીચેન) થી 25,570 ડોલર (કોક રિંગ, 60 “લેબ-ગ્રોન” પ્રિન્સેસ કટ ડાયમંડ) સુધીની છે. આ કલેક્શન ખરીદી માટે ઓનલાઈન તો ઉપલબ્ધ છે જ પરંતુ સાથે સાથે ન્યૂ યોર્ક સિટીના હોમર બ્રિક એન્ડ મોર્ટાર સ્ટોર પર પણ વેચાણ માટે ઉપલબ્ધ છે. જો કે સ્ટોરની મુલાકાત માટે પહેલા અપોઇન્ટમેન્ટ લેવી જરૂરી છે.

ફ્રેન્ક ઓસને ગયા ઓગસ્ટમાં પ્રિન્ટેડ સિલ્ક સ્કાર્ફ અને જ્વેલરી પીસના કલેક્શન સાથે હોમરને લોન્ચ કર્યું હતું. સ્ટોર હાલમાં 650,000 ડોલર થી વધુ કિંમતે લગભગ 14,000 હીરા સાથે વ્હાઇટ-ગોલ્ડ નેકલેસની લિસ્ટ કરે છે.

સિંગર તરીકે તેની કારકિર્દીની વાત કરીએ તો ઓસનનું છેલ્લું આલ્બમ 2016નું રિલીઝ થયું હતું જેનું નામ બ્લોન્ડ હતું. એપ્રિલ 2020 માં, તેણે બે નવા ગીતો લોન્ચ કર્યા જેમાં “ડિયર એપ્રિલ” અને કેયેન્ડોનો સમાવેશ થાય છે. તે મૂળ રૂપે કોચેલ્લા 2020 ની હેડલાઇન માટે સુનિશ્ચિત થયો હતો; જ્યારે ઉત્સવ રદ કરવામાં આવ્યો, ત્યારે તેનું પર્ફોમન્સ 2023માં ખસેડવામાં આવ્યું હતું.